દીપડાના ત્રાસ વચ્ચે આવેલો નેસ : બારવાણીયા
Barvaniya nes gujarat gir forest junagadh gir Somnath ananddhara nalin pandit

Barvaniya nes gujarat gir forest junagadh gir Somnath ananddhara nalin pandit
આનંદધારા પ્રકલ્પ નેસની શાળાઓમાં કેળવણીના દીવડાઓ પ્રગટાવી રહ્યું છે.
આનંદધારા પ્રકલ્પ વિશે આ વેબસાઈટ પર વિશેષ વાતો કરી ચૂક્યો છું, આમ છતાં વિશેષ માહિતીની લિંક છેલ્લે મૂકી છે. આજે ગીર જંગલના નેસમાં પણ અંતરિયાળ નેસ વિશે જાણીએ...
આનંદધારા પ્રકલ્પ નેસની શાળાઓમાં કેળવણીના દીવડાઓ પ્રગટાવી રહ્યું છે. નલિન સાહેબ પંડિત એમના પુરુષાર્થ અને દૂરમદૃષ્ટિથી આ દીવડાઓમાં તેજ રોપી રહ્યા છે. સાથે સાથે પૂ. મુક્તાનંદ બાપુનું આશીર્વાદરૂપ પ્રોત્સાહન છે. આજે ગુજરાતના એવા નેસની વાત પંડિત સાહેબે કરી છે જ્યાં હજુ સુવિધાઓ પહોંચી નથી ત્યાં પંડિત સાહેબે જૈફ વયે જાતે મુલાકાત લીધી અને આનંદધારા પ્રકલ્પ દ્વારા ત્યાં કેળવણીના દીવડાઓ પ્રગટાવ્યા. ચાલો વાંચી આવા નેસ વિશે નલિન સાહેબ પંડિતના જ શબ્દોમાં. ફોટો અહેવાલ સાથે...
દીપડાના ત્રાસ વચ્ચે આવેલો નેસ :
બારવાણીયા
આનંદધારા હેઠળનો નેસ.
વિસાવદર સતાધાર પછવાડે વસેલો નેસ.
લોકો માત્ર સીતેર. ભારે પ્રેમાળ. કલિયુગની કોઈ અસર નથી.
અહીં ભણતા બાળકો પંદરેક. ધોરણ 1 થી 5ની નિશાળ. નિશાળ નહીં પણ SSA હેઠળની વિશિષ્ટ યોજના હેઠળનો એક વર્ગ STP. કરાર આધારિત એક શિક્ષક.
મહિલાઓ ભારે પરિશ્રમી.
મહિલાઓ ઘર સંભાળે. પુરુષો પશુ લઈને જંગલમાં ચરાવા જાય. સાધનમાં માત્ર એક લાકડી અને હિમંત. સિંહ દીપડા તો રોજ મળે. તેની વચ્ચે પશુઓની રક્ષા કરે.
શિક્ષક ખંતીલા છે.
બાળકો હોંશીલા છે.
લખવા વાંચવા ગણવામાં હોશિયાર છે.
અહીં આનંદધારા એક ATE કિયોસ્ક મશીન આપેલ છે. પણ બેટરી પૂરી ચાર્જ થતી નથી. સોલાર છે. થોડું જોયું. થોડું સરખું કર્યું. લાગે છે સોમવારે ATE ચાલુ થઈ જશે. બાળકો મોજથી ભણશે.
અહીં વર્ગખંડ નથી. ઢોર સાચવવાની જગ્યા સાફ કરી વિદ્યાર્થીઓ ભણે છે. ભણતા હોય ત્યારે બકરીબેન પણ ભણવા આવી જાય. બે બે કરી ગીત ગાતી જાય.
દીપડાની રંજાડથી તોબા. ચારેક વર્ષ પહેલા એક દિકરાને પકડેલો માંડ છોડાવ્યો.
હમણાં દીપડો એક ભાભાને પકડી ગયો. માત્ર એક પગ હાથમાં આવ્યો.
કાચા રસ્તા. પ્રકૃતિ તો અહીંની. 100 શુધ્ધ હવા તો અહીંની. તેનો વચ્ચે કાચા ઝૂંપડામાં રબારી અને કોળી કુટુંબ વસે છે.
અહીં પહોંચતા ફોરેસ્ટ વિભાગની બે ચોકી આવે છે. ભારે પહેરો છે. કોઈની મજાલ નથી કે અંદર ધરી શકે. એટલે જ ગાઢ જંગલ છે.
પૂજ્ય મુક્તાનંદજી બાપુ સંચાલિત આનંદધારા અહીં એક મલ્ટી ઉપયોગી શેડ બનાવી આપવા ઇચ્છે છે. તે માટે વન વિભાગની મંજૂરી જરૂરી છે. તે માટે વિસાવદર ઓફિસર સાહેબોને મળવા ગયાં પણ તેઓ ફરજ અર્થે ગીર જંગલમાં ગયેલા. આશા છે મંજૂરી મળી જશે.
15 20 વિદ્યાર્થીઓનું કલ્યાણ થશે.
આ મુલાકાતમાં પૂજ્ય બાપુ સેવક પરિવારના ભાનુભાઇ, ધીરુભાઈ અને ભોળાભાઈ પણ જોડાયા.
નેસમાં સહુનો સાથ છે. બાપૂના આશીર્વાદ છે.
નેસ જરૂર દેશ સુધી પહોંચવાનો એવો વિશ્વાસ છે.
મંગલ હો.
બાલ દેવો ભવઃ
નલિન પંડિત.
વિશેષ ફોટો... નીચેની લીંક પર...
https://youtu.be/dxAxayu2qgw?si=imJFgxMLYX0owCan
આનંદધારાના અન્ય એક પ્રોજેક્ટ વિશે... નીચેની લીંક જુઓ...
https://sahajsahity.in/snake-bite-treatment-anand-dhara-project-muktanand-bapu-nalin-pandit-saheb
અમારી સાથે જોડાવા માટે....
Website…
https://sahajsahity.in/
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






