પરશુરામની કયા કયા પુરાણોમાં કેવી કેવી કથા છે?

Which puranas do the parashuram katha?

Aug 4, 2025 - 23:47
 0  6
પરશુરામની કયા કયા પુરાણોમાં કેવી કેવી કથા છે?

Parashuram Brahmin life story purana Mahabharat ramayan skanda Purana

પરશુરામની કયા કયા પુરાણોમાં કેવી કેવી કથા છે?

સંકલન અને આલેખન - જય પંડ્યા

Parashuram Brahmin life story purana Mahabharat ramayan skanda Purana

Photo courtesy - Geeta Press, Gorakhpur

આપણે સૌ ભગવાન પરશુરામના નામથી પરિચિત છીએ. વૈશાખ માસ શુક્લ પક્ષ ની ત્રીજ (3) તિથિ એટલે અખાત્રીજ તરીકે ઓળખાય છે. જેનું હિંદુ ધર્મમાં ઘણું મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. જેમને ભગવાન શ્રી વિષ્ણુ નારાયણનો છઠ્ઠો અવતાર ગણવામાં આવે છે.

ભગવાન પરશુરામ વિશે તો ઘણા બધા લોકો જાણતા હશે પરંતુ આજે આપણે તેમની સાથે જોડાયેલી કેટલીક રોચક બાબતો વિશે માહિતી મેળવીએ જેના વિશે કદાચ આપણે જાણતા હોઈએ અને કદાચ ન જાણતા હોઈએ તો આજે જાણીશું.

" जमद्गनाय विद्महे महावीराय धीमहि,
तन्न: परशुराम प्रचोदयात" ।।

પિતામહ ભીષ્મ અને પરશુરામ...

મહાભારત અનુસાર શાંતનુ પુત્ર ભીષ્મએ ભગવાન પરશુરામ પાસેથી શસ્ત્ર વિદ્યા શીખી હતી.

દંતકથા મુજબ કાશીમાં કાશીરાજની ત્રણ પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાના એક વખત યોજાયેલા એક સ્વયંવરમાંથી ભીષ્મ પોતાના નાના ભાઈ માટે લઈ આવ્યા. ત્યારે અંબા એ ભીષ્મને જણાવ્યુ કે તે બીજા વ્યક્તિને પ્રેમ કરે છે તેથી પિતામહે તેમને સન્માન સાથે જવા દીધા પરંતુ તેના પ્રેમીએ તેને સ્વીકારવાની મનાઈ કરી. જેથી અંબા ભીષ્મના ગુરુ પરશુરામ પાસે ગઈ અને પોતાની વ્યથા જણાવી. જેથી ભગવાન પરશુરામે પિતામહને તેમની સાથે લગ્ન કરવા કહ્યું પણ પોતે બ્રમ્હચર્ય પાલન કરતા હોવાથી તેમણે વિવાહ કરવાની ના પાડી.

જેથી બંને વચ્ચે ભીષણ દ્વન્દ્વ થયું પરંતુ પરશુરામે પોતાના પિતાના કહેવાથી શસ્ત્ર નીચે મૂકી દીધા, જેથી અહીં કોઈની હાર કે જીત થઈ નહિ.

Parashuram Brahmin life story purana Mahabharat ramayan skanda Purana

આ પણ વાંચો : એવા સાત બ્રાહ્મણો જેમણે ભારત માટે શસ્ત્ર ઉઠાવી ઇતિહાસ બનાવ્યો...

તુલસીદાસ રચિત રામાયણમાં...

એવો ઉલ્લેખ છે કે ભગવાન શ્રી રામે જયારે સીતાના સ્વયંવરમાં પિનાક ધનુષ ઉઠાવ્યું હતું. ત્યારે તે ધનુષ તૂટી ગયું હતું. તે સમયે પરશુરામ ત્યાં આવ્યા. અને ખુબ જ ક્રોધમાં તેમણે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ સાથે વિવાદ પણ કર્યો હતો.

વાલ્મિકી રામાયણ મુજબ....

ભગવાન શ્રી રામ સીતા માતા સાથે લગ્ન બાદ જયારે અયોધ્યા આવ્યા હતા. ત્યારે રસ્તામાં ભગવાન પરશુરામેં તેમને રોક્યા અને પોતાનું બાણ ચડાવવા કહ્યું. જયારે તેમને ભગવાન શ્રી રામના વાસ્તવિક સ્વરૂપના દર્શન થયાં ત્યારે તેઓ પાછા ફરી ગયા હતા.

પરશુરામ અને માતા રેણુકા...

એકવાર પરશુરામની માતા રેણુકા નદીમાં સ્નાન કરવા જતા હતા. ત્યાં તેમણે રાજા ચિત્રરથને સ્નાન કરતા જોયા. જેથી રેણુકાને તેમના તરફ આકર્ષણ થયું. આ અવસ્થામાં રેણુકા આશ્રમમાં પરત આવ્યા જે જોઇ ઋષિ જમદગ્નિ રેણુકાના મનની વાત સમજી ગયા. અને તેમણે પોતાના પુત્રોને રેણુકાનો વધ કરવા કહ્યું. ત્યારે પરશુરામે પોતાની ફરશીથી માતાનો વધ કર્યો.

આ જોઇ જમદગ્નિ ઋષિએ પરશુરામને વરદાન માંગવા કહ્યું. પરશુરામે વરદાન માગ્યું કે મારી માતા પુનર્જીવિત થઈ જાય અને આગળની સ્મૃતિ ન રહે. જેના ફળ સ્વરૂપે રેણુકા પુનર્જીવિત થયાં હતા.

માહિષ્મતી, સહસ્ત્રાર્જુન અને પરશુરામ...

એક વાર માહિષ્મતી રાજ્યના રાજા કાર્તવીર્ય અર્જુન, યુદ્ધ જીતી ઋષિ જમદગ્નિના આશ્રમમાં આરામ કરવા રોકાયા. જ્યાં કામધેનુંએ તેમની ભોજન વ્યવસ્થા કરી આપી હતી. તે જોઇ કાર્તવીર્ય અર્જુન કામધેનુના વાછડાંને તેની સાથે લઈ ગયો. જેથી પરશુરામને ગુસ્સો આવતા તેમણે કાર્તવીર્ય અર્જુનની સહસ્ત્ર ભુજાઓ કાપી તેનો વધ કરી નાખ્યો હતો.

કાર્તવીર્ય અર્જુનના વધનો બદલો તેના પુત્રોએ જમદગ્નિના વધ દ્વારા લીધો જેથી પરશુરામ અતિ ક્રોધિત થયાં અને તેમની માતાએ 21 વખત જમદગ્નિની નનામી પાસે 21 વખત છાતી ફૂટી હતી. જેથી તેમણે 21 વાર ક્ષત્રીયોનો સંહાર કર્યો હતો.

મહર્ષિ ઋષિકે ભગવાન પરશુરામને શાંત કર્યા અને તેમણે ક્ષત્રિયોનો સંહાર બંધ કર્યો. અને પરશુરામેં સમગ્ર પૃથ્વી દાન કરી દીધી અને પોતે મહેન્દ્ર પર્વત પર નિવાસ કરવા લાગ્યા હતા.

Parashuram Brahmin life story purana Mahabharat ramayan skanda Purana

શા માટે ચિરંજીવી થયા?

સાત ચિરંજીવીનો આપણા પુરાણોમાં ઉલ્લેખ છે જેમાં એક નામ પરશુરામનું પણ છે. પરશુરામે તેમના પિતાએ અભય વિદ્યા આપી હતી તેના માટે પરશુરામે સિદ્ધ થવા તપશ્ચર્યા કરી અને વેદોમાં ઉલ્લેખ છે કે આ અભય વિદ્યા જે પ્રાપ્ત કરે એ અમર બની જાય છે.

કર્ણ અને ભગવાન પરશુરામ....

કર્ણ ભગવાન પરશુરામનો શિષ્ય હતો. તેણે પોતાની ઓળખ સૂત પુત્ર તરીકે આપી. જયારે એક વાર પરશુરામ કર્ણના ખોળામાં માથું રાખી સુતા હતા ત્યારે તેને એક કિડો કરડતા વેદના ઉત્ત્પન્ન થઈ. ગુરુની ઊંઘ ન બગડે તે હેતુથી તેણે પીડા સહન કરી. પરશુરામને જાગ્યા બાદ આ વાત જાણવા મળી. તેમણે કર્ણને શ્રાપ આપ્યો કે તે ખોટું બોલી મારી પાસેથી વિધા મેળવી એટલે તને 'અણીના સમયે તારા શસ્ત્ર કામ નહિ લાગે ' જેથી તે મહાભારત યુદ્ધમાં મૃત્યુ પામ્યો હતો.

પરશુરામ : શસ્ત્ર અને શાસ્ત્ર...

પરશુરામનું બાળપણનું નામ રામ હતું. તેમણે પિતા પાસેથી વેદોનું જ્ઞાન મેળવ્યું હતું. તેમણે શસ્ત્ર વિધા શીખવાની ઈચ્છા વ્યક્ત કરતા તેમણે પરશુરામને શિવજીની સાધના કરવા કહ્યું. તો તે સાધનામાં બેસી ગયા. આ સમયે અસુરોથી ત્રાસિત દેવતાંઓ શિવજી પાસે પહોંચ્યા તેમણે પરશુરામને અસુરોનો વધ કરવા કહ્યું. જેથી તેમણે અસુરોનો વધ કર્યો જેથી પ્રસન્ન થઈને શિવજીએ પરશુરામને ફરશી આપી હતી. તેથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું.

પરશુરામ અને ગણેશજી...

એક વખત ભગવાન પરશુરામ મહાદેવના દર્શન કરવા માટે કૈલાશ પર્વત પર આવ્યા. ત્યારે શિવજી સાધનામય અવસ્થામાં હોવાથી તેમના પુત્ર ભગવાન શ્રી ગણેશજીએ પરશુરામને દર્શન કરવા જવાની ના પાડી. જેથી ક્રોધિત થઈ અને પરશુરામ એ પોતાની ફરશીનો ઘા કર્યો હતો આ ફરશી શિવજી દ્વારા જ પરશુરામને આપવામાં આવી હોવાથી તેનો પ્રહાર ખાલી ન જાય તે માટે ગણેશજીએ તે પ્રહાર પોતાના દાંત પર જીલી લીધો. જે બાદ જ તેમનું નામ એકદંત પણ પડ્યું.

સંકલન અને આલેખન - જય પંડ્યા 

( આ તો માત્ર તેમની કથાઓ છે. પરંતુ સ્કંદપુરાણમાં નર્મદાપુર મહાત્મ્ય નામનો અધ્યાય છે જેમાં એમના ખરાં વ્યક્તિત્વ વિશે વિગતો છે. ક્યારેક ફરી જાણીશું એ બધું... - આનંદ ) 

Parashuram Brahmin life story purana Mahabharat ramayan skanda Purana

#Parashuram #Brahmin #life #Purana #Mahabharat #Ramayan

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow