અગ્નિકન્યા : શ્રાપ-અભિશાપ-આશિર્વાદ-વચનો-સંકલ્પો...
agnikanya by dhruv bhatt gujarati story mahabharat draupadi
Book Review agnikanya by dhruv bhatt gujarati story mahabharat draupadi
અગ્નિકન્યા : શ્રાપ-અભિશાપ-આશિર્વાદ-વચનો-સંકલ્પો...
પુરાકલ્પન ગુજરાતી લેખકોને બહુ સદતા નથી
લેખક જાગૃત છે ને તેથી પુસ્તક ખોલતા અર્પણના નીચેના ફકરામાં જ કૃષ્ણના વાક્ય રૂપે આગોતરી જામીન લઈ લે છે... (હાહાહાહાહા) વાક્ય છે...
સહજં કર્મ કૌન્તેય સદોષમપિ ન ત્યજેત।। - શ્રી કૃષ્ણ
હે પાર્થ સહજ રીતે કરેલું કામ, જો દોષરૂપ હોય તો પણ ત્યાગ ન કરો.
અગ્નિકન્યા રૂપે મહેન્દ્ર ચોટલિયાનું કાવ્ય મૂક્યું છે તે મનનીય છે.
કથા સૌ જાણે તેવી જ દ્રૌપદીના જન્મ અને તેના જન્મ રૂપે કેટલાયના અવતાર કાર્ય,
શ્રાપ-અભિશાપ-આશિર્વાદ-વચનો-સંકલ્પો... પૂરાં કરવાના પ્રયત્ન રૂપે લખાયેલી મહાભારત
કથા. દ્રૌપદીની વાત કરતા કરતા ભીષ્મ પર આવીને ઢળી જાય છે.
'સર્જક'ને પણ કેવી લલચાવીને 'લેખક'ની કોટીએ લઈ આવી શકે...
મહાભાર સિરિયલની જેમ મહત્વના પ્રસંગો લઈ ને પૂરી કરાયેલી વાત રસના ઘૂંટડા પાનારા 'સર્જક'ને પણ કેવી લલચાવીને 'લેખક'ની કોટીએ લઈ આવી શકે તેનું આ ઉદાહરણ છે. લેખક ધૃવ ભટ્ટ સફળ જાય છે આ કથામાં પણ સર્જક ધૃવ ભટ્ટ કશે દેખાતા નથી. મતલબ મહાભારત જાણનારા વ્યક્તિને આકર્ષી ન શકે પણ આ જ કથા મહાભારતને બહુ ન જાણનારા વ્યક્તિ સામે મૂકીએ તો તેને ચોક્કસ નવું જાણવા અને છેક સુધી ટકી રહેવાનો મસાલો ચોક્કસ પૂરો પાડે છે.
પુરાકલ્પન ગુજરાતી લેખકોને બહુ સદતા નથી. પ્રેમાનંદ જેટલી ઊંચાઈ જોઈએ.... મુનશીનું કૃષ્ણાવતાર હોય કે પન્નાલાલનું પાર્થને કહો ચડાવે બાણ.... કે કાજલ ઓઝાનું કૃષ્ણાયન... એ જ ઘીસીપીટી રફ્તાર અને એ જ ઝરીપુરાણી વાતો....
આપણો સમાજ નાનપણથી આ બધું સાંભળતો આવે છે એટલે પણ કદાચ એવો પ્રભાવ પાડી
નથી શકાતો હોતો. યુવાનો ધર્મ પ્રત્યે જુની વાતોથી ટેવાયેલા છે એટલે પણ કદાચ મને અપીલ ન કરતી વાત લાગી હોય...
ધૃવ ભટ્ટ સાહેબ તો સલામ કરી શકાય તેવા સર્જક છે પણ દરેક સર્જકનું દરેક સર્જન કોહિનૂર નીકળે એવું જરૂરી નથી અને આ વાત ધૃવ ભટ્ટ સાહેબ પણ સહર્ષ સ્વીકારે. સર્જક ઓલ ટાઈમ નથી રહેવાતું, લેખક જરૂર રહી શકાય. અને અશ્વિની ભટ્ટ અને ધૃવ ભટ્ટ વચ્ચે બસ આટલી અમથી જ નાની રેખા છે. (હાહાહાહા.. જસ્ટ જોકિંગ)
બાય ધ વે... આ માત્ર મારો દૃષ્ટિકોણ છે. બીજી વાર જ્યારે ધૃવ ભટ્ટની સિરિઝ વાંચી રહ્યો
છું ત્યારે બધી કથાઓ વિશે કશુંક કહેવાનું રોકી નથી શકતો.... ફરી અતરાપીનો સારમેય
યાદ આવે કે હું કંઈ જાણતો નથી. આવું હોઈ પણ શકે... આવું કહેવું (મારું કહેલું વાંચવું.. ખીખીખી) એ મને જરૂરી પણ નથી લાગતું.
ફરી ધૃવ ભટ્ટની કલમને સલામ...
પણ મારું કિ-બોર્ડ સાચું હશે એ જ કહેશે....
Book Review agnikanya by dhruv bhatt gujarati story
#DhruvBhattBooks
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






