સર્જનાત્મક લેખન કાર્યશાળા - શ્રી દ્રોણ વસાહત પ્રાથમિક શાળા

education creative writing workshop dron vasahat primary school guajrat

Oct 25, 2024 - 14:25
Oct 25, 2024 - 14:57
 0  85
સર્જનાત્મક લેખન કાર્યશાળા - શ્રી દ્રોણ વસાહત પ્રાથમિક શાળા
education creative writing workshop dron vasahat primary school guajrat

education creative writing workshop dron vasahat primary school guajrat

સર્જનાત્મક લેખન કાર્યશાળા - શ્રી દ્રોણ વસાહત પ્રાથમિક શાળા

અમારી પ્રાથમિક શાળા શ્રી દ્રોણ વસાહત પ્રાથમિક શાળામાં આજે તા. 25-10-2024 ના રોજ ધો. 6,7,8 માંથી સર્જનાત્મક લેખનમાં રસધરાવતા તેર જેટલા વિદ્યાર્થીઓને લઈ અને સર્જનાત્મક વર્કશોપ કર્યો. જેમાં શાળા પરિવારનો પૂરતો સહયોગ રહ્યો. બાળકો સાથે માર્ગદર્શક શિક્ષકોમાં આનંદ ઠાકર અને ઘનશ્યામભાઈ જોગાણી જોડાયા હતા. આ સમગ્ર પ્રોજેક્ટનો ઉદ્દેશ બાળકોમાં રહેલી આંતરિક સર્જનાત્મક લખાણની ક્ષમતાને ઉજાગર કરવાની હતી. 

બાબા વસાહતીની ટેકરીએ...

અમે બાળકોને લઈ અને દ્રોણ વસાહતની સીમમાં આવેલી એક ટેકરી જે મને બહુ ગમે છે. તે ટેકરીનું નામ અમે પાડ્યું છે - બાબા વસાહતીની ટેકરી - એ ટેકરીએ વિદ્યાર્થીઓને લઈને આવ્યા. વિદ્યાર્થીઓ સાથે થોડી ચર્ચા કરી શું લખવું? કેવું લખવું? વગેરે.. અને પછી વિદ્યાર્થીઓને એક કલાકનો સમય આપ્યો. અંતે પણ થોડી ચર્ચા કરી. આ બન્ને વખતની ચર્ચા અને સમગ્ર વર્કશોપનો વિડિયો જોવા માટે યુટ્યુબ લિંક પણ અહીં લખાણના અંતે મૂકીશ. 

બાળકોએ સરસ લખ્યું છે. ધીમે ધીમે તેમાંથી કેટલુંક સાહિત્ય આ વેબસાઈટ પર મૂકીશું. પરંતુ અમારો પ્રથમ ઉદ્દેશ માત્ર એટલો હતો કે પ્રકૃતિ સાથેનો નાતો, સ્વનો અનુભવ અને લખાણની સમજ કેળવાય. કેળવણીની કેડીએથી... 

વિદ્યાર્થીઓને મૌલિક લખાણ માટેની સૂચના, પ્રશ્નો વગેરે સમજવામાં મુશ્કેલી સર્જાતી હતી તેથી તેને સૌ પ્રથમ તો જાત સાથે, મગજ સાથે અને મન સાથે રૂબરૂ થતાં શીખવવા માટે આ અભ્યાસકીય અને સહઅભ્યાસકીય ઉદ્દેશ સાથે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. 

આ શાળાના પૂર્વશિક્ષકો, કલ્પેશભાઈ, સંજયભાઈ, ચાંદની બહેન વગેરેએ કંઈક વાવ્યું છે બાળકોમાં જેનું આજે અમે લણી રહ્યા છે અને હાલના અમારી શાળાના મોભી એવા શ્રી દેવા સાહેબનો અમારા પરનો વિશ્વાસ અમને કંઈક આવું નવું કરવા પ્રેરે છે એ સૌને યાદ, વંદન સહ...  

સમગ્ર વર્કશોપનો વિડિયો નિહાળો નીચેની લિંક પર....

https://youtu.be/zF1TKmQSWGg?si=fL0R618KO2iCEI8G

આવા પ્રયત્નો કરતા રહીએ છીએ... આપ સૌના પ્રોત્સાહન થકી... 


અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow