શ્રીલંકાની આર્થિક કટોકટી અને ચાઈનીઝ 'ડેટ ટ્રેપ', જાણો શું છે હકિકત?

sri lanka economic crisis china india

Jul 14, 2024 - 15:42
 0  4
શ્રીલંકાની આર્થિક કટોકટી અને ચાઈનીઝ 'ડેટ ટ્રેપ', જાણો શું છે હકિકત?

sri lanka economic crisis china india

શ્રીલંકાની આર્થિક કટોકટી અને ચાઈનીઝ 'ડેટ ટ્રેપ', જાણો શું છે હકિકત?

sri lanka economic crisis china india

15 વર્ષથી સતત આર્થિક માંદગીથી કથળતુ શ્રીલંકા, 2019 ની રાષ્ટ્રપતિ ચુંટણી વખતે, પૂર્વ રક્ષામંત્રી રાજપક્ષેની ધર્મની રાજનીતિ અને ઝડપી વિકાસના બનાવટી વચનોની વાતમાં આવી જઈ તેમને મોટી બહુમતીથી ચૂંટયા.

પ્રજા જાગૃત હતી કે ગોતાબાયા રાજપક્ષે ચીનના નજદીકી ગણાતા હતા તેમ છતા લોકો માનતા હતા કે નેતા સેના માંથી આવે છે, ધર્મની વાતો કરે છે એટલે દેશહિતમા કાર્ય કરશે અને આ આર્થિક મંદીમાથી બહાર લાવશે.

મજબૂત નેતા કહેવાતા અને શ્રીલંકાને સિંગાપુર બનાવવાની વાતો કરતા રાજપક્ષેએ દેશને આજે કંગાળ બનાવી દીધો છે.

આ આર્થિક કટોકટી પાછળનું મુખ્ય કારણ ભારતીય મીડિયામાં ચાઈનીઝ લોન જણાવાય રહ્યું છે જ્યારે વેસ્ટર્ન થીયરી પ્રમાણે આ ચાઈનીઝ ડેટ ટ્રેપનો મામલો છે.

ફેક્ટ ચેક કરતા જણાય છે કે આ પૂરું ચિત્ર રજૂ નથી કરતું.

શ્રીલંકાની આજની હકીકત એ તેની પૂર્વ સરકારો તથા મુખ્યત્વે રાજપક્ષે કેબિનેટની આર્થિક નીતિઓનું પરિણામ છે. જો કે શ્રીલંકામાં આ કટોકટીનું કારણ પરિવારવાદ જણાવાય રહ્યું છે.

શ્રીલંકા પરંપરાગત રીતે અમુક ચીજો આયાત કરે છે. આ માટે વપરાતી ફોરેન કરન્સીની આવક મુખ્યત્વે ટુરિઝમ સેક્ટર પર નિર્ભર હતી. કોરોના કાળમાં આ આવક બંધ થતા વિદેશી હૂંડિયામણ પૂરું થવા લાગ્યું જેથી આ સ્થિતિ માટે પ્રાથમિક આવું કારણ જવાબદાર બન્યું.

આર્થિક નીતિઓની વાત કરીએ તો કોર્પોરેટ ટેક્સ અને ડાયરેક્ટ ટેક્ષ ઓછો કરી નાખ્યો જેથી સરકારી રેવેન્યૂ અમુક હદે ઓછી થઈ. આ રેવેન્યૂ ડેફીસીટ ઓછો કરવા વધુ ચીજોને ટેક્સના દાયરામાં ધકેલાઇ જેથી મોંઘવારી વધતા સંગ્રહખોરી વધી અને સ્થિતિ વધુ વિકટ બની.

ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે આઈએમએફના ખોળે...

વળી તે ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે આઈએમએફના ખોળે બેસી ગયું. તે આંતરરાષ્ટ્રીય બજારનો હિસ્સો બની ગયું અને કેટલાક દેશોના કરજામાં આવી ગયું. આઈએમએફના દબાણથી શ્રીલંકાએ તેની સાથે અમુક વાટાઘાટો પણ કરી. આ વાટાઘાટો કેટલીક સરકારો અને કેટલાક વર્ષોના સમયગાળા દરમિયાન થઈ અને આ કટોકટી માટે કારણભૂત છે. આઈએમએફ એ શ્રીલંકાની સરકારને નિકાસ ઘટાડવા, ઓછો રોજગાર ઊભો કરવા, સરકારી કર્મચારીનો પગાર ન વધારવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં જોડાવવા સલાહ આપી. આમ બધું જ વેચી શ્રીલંકા આ સિસ્ટમનો ભોગ બન્યું.

45 યુએસ બીલીયન ડોલર જેટલો વિદેશી કરજો ધરાવતું શ્રીલંકા કે જેનો મોટો હિસ્સો બીજા દેશોને ચૂકવવાનો છે પણ તેનો 33% હિસ્સો આંતરરાષ્ટ્રીય સોવરેઈન બોન્ડ છે. જેમાંથી 4 બીલીયન ડોલરનો કરજો આ વર્ષે ભરવાનો છે તેમાં 1 બીલીયન ડોલર જેટલા સોવરીન બોન્ડ સામેલ છે.

વિદેશી લેણાનો 11% ભાગ શ્રીલંકા એ ચાઇનાને ચૂકવવાનો...

ચાઇનાની વાત કરીએ તો આ પૂરા વિદેશી લેણાનો 11% ભાગ શ્રીલંકા એ ચાઇનાને ચૂકવવાનો છે. ચાઇના એ છેલ્લા દાયકામાં 5 બીલીયન ડોલર શ્રીલંકાને વિવિધ વિકાસ કામો માટે આપેલા છે. જેનો ઉપયોગ ધોરીમાર્ગ, બંદરો અને કોલ પાવર પ્લાન્ટના વિકાસ માટે થવાનો હતો પરંતુ આરોપો લાગી રહ્યા છે કે આ પૈસાનો ઉપયોગ ઓછું વળતર વાળા પ્રોજેક્ટ પર કરવામાં આવ્યો. ચાઇનાએ આ વાત ખોટી ગણાવી છે

શ્રીલંકાની આ કટોકટીએ વેસ્ટમાં ફરી એક વાર ચાઇનીઝ ડેટ ટ્રેપની થીયરી ચર્ચામાં લાવી છે. આ થીયરી મુજબ ચાઇના વિકાસશીલ દેશોને મોટા ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવા મજબૂર કરે છે અને જ્યારે આ દેશો ચાઇનીઝ લોનની ચુકવણીમાં નિષ્ફળ રહે છે ત્યારે ચાઇના તે ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ જપ્ત કરી લે છે.

ઉલ્લેખનીય છે કે ચાઇના એ ઘણા દેશોને ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવામાં મદદ કરેલી છે અને આ થીયરી ઘણા વિદ્વાનો દ્વારા પડકારવામાં આવી છે. ખાસ કરીને શ્રીલંકાના કિસ્સામાં.

ચાઇના એ શ્રીલંકાને પૈસા આપવા વાળો ચોથો મોટો દાતા છે જ્યારે જાપાન આ યાદીમાં ત્રીજા ક્રમ પર છે. કહેવાય છે કે આ લોન ચૂકવી ના શકતા દક્ષિણ લંકામાં આવેલ હમ્બાન્તોતા બંદર ચાઇનાને સોંપી દેવું પડયું. આ બંદર ચાઇનીઝ પૈસાથી બનાવાયેલું પરંતુ એક બિનજરૂરી પ્રોજેક્ટ ગણાતો હતો.

જો કે નોંધપાત્ર બાબત એ છે કે ચાઇનાની એક્સીમ બૅંકની લોન થકી અને ચાઇના હાર્બર દ્વારા હાથ ધરેલા આ પ્રોજેક્ટને સરકાર તરફથી આખરે ત્યારે મંજૂરી મળી જ્યારે અમેરિકા અને ભારતે મદદ કરવાની ના પાડી દીધી.

જ્યારે આ બંદર પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યો ત્યારે શ્રીલંકા એ આઈએમએફની મદદ લઈ, અમુક વાટાઘાટો કરી અને આ બંદર 99 વર્ષ માટે ચાઇનીઝ વેપારીને 1.12 બીલીયન ડોલર રોકડ માટે ભાડે આપ્યો. આ પૈસાનો ઉપયોગ ફોરેન કરન્સીનો ઉપભોગ વધારવા કર્યો અને નહીં કે લોનની ચૂકવણી માટે. શ્રીલંકા આજની તારીખ પર એક્સીમ બૅંકનુ કરજદાર છે.

આ પરથી એ પણ સમજવું રહ્યું કે આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતા ચાઇના પાસેથી લોન લઈ પ્રોજેક્ટ હાથ ધરવા કેટલા યોગ્ય હતા?!

કેમિકલ ખાતર અને દવાના આયાત અને ઉપયોગ પર પ્રતિબંધ

સૌથી વધુ ચર્ચિત કારણ ગયા વર્ષે લગાવેલ કેમિકલ ખાતર અને દવાના આયાત અને ઉપયોગ પર પ્રતિબંધ તથા રાતોરાત જૈવિક ખેતી અપનાવવાનો નિર્ણય રહ્યો. 2019 ના ચુંટણી પ્રચાર દરમિયાન રાજપક્ષેએ આ નીતિનો ઉલ્લેખ કરેલો પણ આ ત્વરિત અને અણધાર્યા નિર્ણયે ખેતીને પાયમાલ કરી. ઉત્પાદનમાં 20% ઘટાડો થયો. આમ ચોખાની ખેતી કરી, ભાત ખાતો દેશ હવે ચોખા આયાત કરવા લાગ્યો! ચાની ખેતી બંધ થઈ ગઈ જેના નિકાસથી શ્રીલંકાને ફોરેન કરન્સીની આવક હતી.

જૈવિક ખાતરો માટે દેશના 20 લાખ ખેડૂતો હવે બમણા પૈસા ચૂકવવા લાગ્યા જેની સીધી અસર વપરાશકારો એટલે કે પ્રજા પર થઈ. આ જૈવિક ખાતરની કિંમત અસ્થિર બની છે અને ક્રૂડ તેલના વધતા ભાવથી હવે આ ખાતરનો ભાવ આસમાને છે જેનાથી ખાધ ચીજ વસ્તુઓ મોંઘી બની.

પાછલા વર્ષે ભારતીય કિસાન સંઘની મોટી જીત પછી હવે શ્રીલંકાના ખેડૂતોને પણ જીત મળી છે. જૈવિક ખેતીનો આ નિર્ણય ત્યાંની સરકારે પાછો ખેંચી લીધો છે. જૈવિક ખેતી કરવાનો નિર્ણય નિર્ણય નૈતિક માની શકાય પણ ઉલ્લેખનીય છે કે જૈવિક ખેતી અપનાવવા માટે 3 થી 5 વર્ષનો સમયગાળો જોઈએ અને ચર્ચામાં છે કે શ્રીલંકાએ રાસાયણિક ખાતર અને દવાઓના આયાત બિલ ચૂકવવાના સંકટને ટાળવા માટે રાતોરાત જૈવિક ખેતીના નામ પર આ નિર્ણય લીધો હતો.

 

Source: CNBC18, NDTV, Reuters, The Atlantic

sri lanka economic crisis china india


અમારી સાથે જોડાવા માટે.... 

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow