ઈઝરાયેલમાં ભારતના ડૉકટરે કર્યો આવો ચમત્કાર
Ayurveda Tritment Israel India Doctor P Ramesh Bhatt
Ayurveda Tritment Israel India Doctor P Ramesh Bhatt
ઈઝરાયેલમાં ભારતના ડૉકટરે કર્યો આવો ચમત્કાર કે હવે દુનિયાભરનું ધ્યાન જશે ભારતની આ પદ્ધતિ તરફ
આલેખન - વૈદ્ય પાર્થ ઠક્કર
Ayurveda Tritment Israel India Doctor P Ramesh Bhatt
ઈઝરાયેલના તેલ અવીવ શહેર સ્થિત "એમ્બેસી ઓફ ઇન્ડિયા" ના સત્તાવાર ફેસબુક પેજ પર ગઈકાલે એક પોસ્ટ મૂકાઈ છે.
મૂળ બેંગલુરુ સ્થિત આયુર્વેદ વૈદ્ય અને આયુર્વેદ સર્જન એવા ડૉ. પી. રમેશ ભટ્ટનું તેલ અવીવ શહેરમાં એમના માટે જ એક ખાસ કાર્યક્રમ આયોજિત કરીને ઇઝરાયેલના એવા દર્દીઓએ સન્માન કર્યું, જેમને એમની સારવાર પછી નવું જીવન મળ્યું હોય.
આ સાથે એ પોસ્ટમાં જ મૂકાયેલા ફોટોઝ શેર કરું છું, જેમાં ઇઝરાયેલી નાગરિકો-દર્દીઓની આંખોમાં એ ડૉ. પરનો અને આયુર્વેદ પરનો પ્રેમ અને કૃતજ્ઞતા જોઈ શકાય છે. અને આમાં અમુક એકલ-દોકલ નહીં, એમના સેંકડો ઇઝરાયેલી દર્દીઓ હાજર રહ્યા હતા. એ પોસ્ટની લિંક પણ આ સાથે મૂકીશ, જેના પર જઈને ત્યાંના નાગરિકોની કોમેન્ટ્સ જોઈ શકાશે, જેમાં અનેક ઈઝરાયેલી દર્દીઓએ ભારતનો, આયુર્વેદનો અને ડૉ. પી. રમેશ ભટ્ટનો ખૂબ આભાર માન્યો છે.
આ તો એક ઉદાહરણ જ છે, બાકી આયુર્વેદની વૈશ્વિક ડિમાન્ડનાં પ્રત્યક્ષ ઉદાહરણો વિદ્યાર્થી કાળથી જોયાં છે.
(મેડિકલ ક્ષેત્રમાં સ્થાપિત હિતો ધરાવતા અને પોતાને જગત જમાદાર માનતા, આપણે જેને વિકસિત દેશો કે સુપરપાવર માનીને જેમનું અંધ અનુકરણ કરીએ છીએ એવા આંગળીને વેઢે ગણાઇ જાય એટલા જ દેશો "આખું" વિશ્વ નથી. ) એક વાંક તો આપણો પણ છે, કે ડિમાન્ડ જેટલો અને ડિમાન્ડ હજુ વધે એવો ક્વોલિટી સપ્લાય આપણે પૂરો નથી પાડતા.
જિઓપોલિટિક્સના જાણકાર કે એમાં રસ ધરાવતા મિત્રોને ખ્યાલ હશે, કે વર્તમાન વિશ્વ અને વર્તમાન સમયમાં "સોફ્ટ પાવર" કેટલી મહત્વની બાબત છે! મને પહેલેથી લાગ્યું છે, કે આયુર્વેદ એ "ભારત"નું "વાસ્તવિક" સોફ્ટ પાવર બનીને ઉભરશે અને ઉભરી જ રહ્યું છે. આવતાં અમુક વર્ષો/દાયકાઓમાં એ આપણા સોફ્ટ પાવરના લિસ્ટમાં એક મહત્વનું સ્થાન ધરાવતું હશે એ ચોક્કસ છે. (અહીં "વાસ્તવિક" સોફ્ટ પાવર એટલે લખ્યું કે અમુક લોકો બોલિવુડને ભારતના બહુ મહત્વના અને મોટા સોફ્ટ પાવર તરીકે પ્રોજેક્ટ કરતા રહેતા હોય છે. ખીખીખી. )
એક બીજી ખાસ વાત, થોડા પણ અનુકૂળ સંજોગો હોય કે થોડું પણ એક્સપોઝર મળે, તો ઘણા બધા દેશોના લોકો આયુર્વેદને દિલ ખોલીને વધાવી લે છે, એના તરફ વળે પણ છે અને એની શક્તિઓ અને સામર્થ્યનો જાહેરમાં સ્વીકાર પણ કરે છે. (વિશ્વાસ ન આવતો હોય જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં, કે નડિયાદની જે.એસ. આયુર્વેદ મહાવિદ્યાલયમાં, કે દક્ષિણ ભારતના કોઈ આયુર્વેદ સેન્ટરમાં બસ એક આંટો મારી આવવો.)
આ વાત સમજવામાં અને સ્વીકારવામાં આપણી પ્રજાને અને એમાં પણ ખાસ આપણે ત્યાંના કથિત બુદ્ધિજીવીઓને અને જન્મે ભારતીય અંગ્રેજોને કેટલો સમય લાગશે?
આલેખન - વૈદ્ય પાર્થ ઠક્કર
( લેખક વૈદ્ય છે. આયુર્વેદમાં MD છે. વર્તમાનમાં ગાંધીધામ, કચ્છ ખાતે સરકારી આયુર્વેદ દવાખાનામાં ક્લાસ – 2 મેડિકલ ઓફિસર તરીકે સેવારત છે. તેમણે નડિયાદની જે.એસ. આયુર્વેદ મહાવિદ્યાલયમાંથી BAMS અને જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સાથે સંલગ્ન વર્તમાન ITRA ઇન્સ્ટિટ્યૂટ માંથી MD (Ayurved) નું શિક્ષણ મેળવ્યું છે. અને એક વર્ષ સુધી રાજકોટની ગ્લોબલ આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે શિક્ષણ કાર્ય કર્યું. વિશાળ વાંચન, અભ્યાસ, સંશોધન અને આયુર્વેદને સમર્પણ ધરાવતા આ વૈદ્ય સાહેબે અહીં આયુર્વેદને સંશોધનાત્મક દૃષ્ટિકોણ દ્વારા આયુર્વેદને આજના પરિપેક્ષ્યમાં મૂક્યું છે. )
Ayurveda Tritment Israel India Doctor P Ramesh Bhatt
#Ayurveda #Tritment #Israel #India #Doctor #P_Ramesh_Bhatt
What's Your Reaction?






