ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની કેટલીક અજાણી વાતો...

Gujarati author Govardhanram Madhavram  tripathi

Aug 5, 2025 - 17:21
 0  5
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની કેટલીક અજાણી વાતો...

Gujarati author Govardhanram Madhavram  tripathi

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની કેટલીક અજાણી વાતો...

રજુઆત - જય પંડ્યા

Special Story matrubhasha Gujarati author Govardhanram Madhavram  tripathi Special Story matrubhasha Gujarati author Govardhanram Madhavram  tripathi

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

ગુજરાતી સાહિત્યની સૌથી મોટી અને વિશ્વ વિખ્યાત નવલકથા
" સરસ્વતીચંદ્ર " ના રચયિતા એવા ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે થોડું જાણીએ.

નામ - ગોવર્ધનરામ ત્રિપાઠી

જન્મ તારીખ - 20 ઓક્ટોબર 1855

જન્મસ્થળ - નડિયાદ (ખેડા જિલ્લો )

પિતા - માધવરામ ત્રિપાઠી

માતા - શિવકાશી

અભ્યાસ - બી. એ., એલ. એલ. બી.

પત્ની - હરિલક્ષ્મી

ગોવર્ધનરામ જીવન - ઝરમર

 ગોવર્ધનરામ બાળપણમાં ખૂબ બીમાર રહેતા અને દેહમાં સાવ સુકલકડી હતા કે એમની માતા એમની ખૂબ ચિંતા કરતાં પરંતુ વધતી ઉંમરે ખૂબ સશક્ત વ્યક્તિ બન્યા.

ગોવર્ધનરાના પિતા માધવરામ ધાર્મિક વૃત્તિના અને હ્રદયના અત્યંત ભોળા માણસ હતા. જયારે માતા શિવકાશી રગેરગ વ્યવહારુ વૃત્તિવાળા હતા. પિતા પાસેથી ધર્મ - નિષ્ઠા અને માતા પાસેથી વ્યવહાર કુશળતા ગોવર્ધનરામને વારસામાં પ્રાપ્ત થયાં હતા.

દાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિત્ત પર પડેલા વૈષ્ણવ ધર્મ અને વેદાંત વિચારનો પ્રભાવ, કિશોરાવસ્થાથી વાંચનનો અતિ શોખ તેમજ વિદ્વાન કાકા મનસુખરામ સાથેનો સહવાસ વગેરે ગોવર્ધનરામને વિદ્યાવ્યાસંગી અને આર્ય- સંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો.

અભ્યાસ / શરૂઆતનું જીવન

ગોવર્ધનરામે પોતાની પ્રારંભિક શિક્ષા મુંબઈની બુદ્ધિવર્ધક ' શાળામાંથી પ્રાપ્ત કરી હતી. નાડીયાદમાં અંગ્રેજી શાળામાં ત્રણ ધોરણનો અભ્યાસ કર્યો.ચોથા ધોરણથી  મુંબઈની "એલીફઅન્સ્ટન" હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

ઇસ. 1871 માં મેટ્રિક અને પછી બી. એ. , એલ. એલ. બી. કર્યું. કોલેજકાળથી જ કાવ્ય રચનાઓ કરવાનો અને લેખ લખવાનો પ્રારંભ કર્યો હતો કારણ કે પીટરસન વર્ડ્ઝવર્થ અને રામકૃષ્ણ ભાંડારકર જેવા સમર્થ અધ્યાપકો પાસે અભ્યાસ કરવાની તેમને તક મળી હતી.

સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં સાહિત્યનું સર્જન... 

શરૂઆતમાં તેમને સંસ્કૃત ભાષામાં કાવ્યો રચવામાં વિશેષ રુચિ હતી....

તેમણે '  ગિરનારનું વર્ણન ' , કાલિદાસ રચિત મેંઘદૂતના અનુકરણમાં ' મનોદૂત ', પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અવસાનથી થયેલ શોકના કારણે 1875 માં રચેલુ " હ્રદયરુદિત શતક" વગેરે છે.

1873માં અંગ્રેજી ભાષામાં લખાયેલા " ઇઝ ધેઅર એની ક્રિએટર ઑવ ધ યુનિવર્સ ", " ધ સ્ટેટ ઑવ હિંદુ સોસાયટી ઈન ધ બોમ્બે પ્રેસિડેન્સી " કે એવા ઘણાં જ વિષયો ઊંડાણમાં લેવાની એમની મનોવૃત્તિના સૂચક છે.

કોલેજ અભ્યાસ દરમિયાન જીવન જીવવા માટે ત્રણ સંકલ્પ કર્યા....

1 - એલ. એલ. બી. થઈ મુંબઈમાં વકીલાત કરવી.
2 - ક્યારેય પણ નોકરી ન કરવી.
3 - ચાલીસમેં વર્ષે નિવૃત થઈ શેષ જીવન સાહિત્ય અને સમાજ સેવામાં સમર્પિત કરવું.

તેમને અભ્યાસના પુસ્તકો વાંચવા કરતા બહારના પુસ્તકો વાંચવામાં વધુ રસ હતો.

કોલેજ દરમિયાન સાહિત્ય તથા કવિતાનો ખૂબ જ અભ્યાસ આદર્યો.

ઇતિહાસ અને સંસ્કૃત વિષય પર તેમને વિશેષ પ્રીતિ હતી.

તે વર્ષે પત્ની હરિલક્ષ્મીનું સુવાવડમાં અવસાન થયું અને તેમની પુત્રી પણ માતા પાછળ ચાલી ગઈ, એ જ વર્ષે પિતા માધવરામની પેઢી પણ તૂટી.

તેઓ બી. એ. માં નાપાસ થયાં. આ સંકટ પરંપરાના કારણે તેમણે ભોઈવાડામાં બંધાવેલો માળો વેંચવો પડ્યો. પછી આખું કૂટુંબ મુંબઈથી નડિયાદ સ્થાયી થયું.

આવી આર્થિક આપત્તિઓના કારણે 1879 -1883 સુધી એમને અનિચ્છાએ ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે થોડો સમય નોકરી સ્વીકારવી પડી હતી.

1883માં ભાવનગરના દીવાને 250 ₹ની રકમથી ન્યાય ખાતામાં અને  જૂનાગઢના દીવાને 300 ₹ની નોકરી ઓફર કરી હતી પણ તેઓ સેવેલા સ્વપ્નો પૂર્ણ કરવા માત્ર 50 ₹ ની મૂડી સાથે મુંબઈ આવી વકીલાત શરૂ કરી.

વકીલાતની આવકથી તેમણે પિતાનું દેવું એકલે હાથે વાળી દીધું.

40 વર્ષ પછી નિવૃત અવસ્થામાં શું કરવું?  તે અંગેનો વિચાર તેમણે 1885 સુધીમાં જ કરી લીધો. તે જ વર્ષથી તેમણે રોજનીશી  લખવાની શરૂઆત કરી.

ગુજરાતી સાહિત્યની સર્વ શ્રેષ્ઠ અને જગવિખ્યાત
" સરસ્વતીચંદ્ર " નામની મહાનવલકથા ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખવામાં આવી છે.

આશરે અઢારસો પૃષ્ઠોમાં વિસ્તરેલી આ નવલકથાને " પંડિત યુગનું પુરાણ ",  " પંડિત યુગનું મહાકાવ્ય " ,  " મહાનવલ " વગેરે નામોથી ઓળખવામાં આવે છે.

આ નવલકથાની સર્જન પ્રતિભા, વ્યાપક ચિંતન, કળા કુશળતા વગેરેએ તે સમયના સમાજ પર ઊંડો અને અસરકારક પ્રભાવ પાડ્યો હતો.

ગોવર્ધનરામનું સાહિત્ય સર્જન...

" સ્નેહમુદ્રા "

" સરસ્વતીચંદ્ર " ભાગ 1-4

" લીલાવતીની જીવનકલા "

"નવલરામનું કવિ જીવન "

" દયારામનો અક્ષરદેહ "

" રામલોચક "

" સદાવસ્તુ વિચાર "

" ગુજરાતની કવિતાઓ "

"

સરસ્વતીચંદ્રના ચાર ભાગ :

1 - "બુદ્ધિધનનો કારભાર " - 1887

2 -" ગુણસુંદરીની કુટુંબ જાળ "- સ્ત્રી જીવન વિષયક - 1892

3 - "રત્ન નગરીનું રાજ્યતંત્ર " - રાજકીય બાબત વિષયક - 1898

4 - "સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણહૂતી " - કલ્યાણ ગ્રામ યોજના - 1901

સન્માન -

27 એપ્રિલ 2016 ના રોજ  ગોવર્ધનરામ ત્રિપાઠીના માનમાં ટપાલ વિભાગ દ્વારા ટિકિટ બહાર પાડવામાં આવી હતી. તે વખતના મુખ્યમંત્રી આનંદી બહેન પટેલ દ્વારા ગાંધીનગર ખાતે આ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું હતું.

મૃત્યુ - 4 જાન્યુઆરી 1907 ના રોજ ગોવર્ધનરામ ત્રિપાઠીનું અવસાન મુંબઈ ખાતે થયું હતું.

વિશેષ વિગત એ પણ નોંધવા લાયક છે કે  ગુજરાતી ભાષાની આ નવલકથા પરથી એક ફિલ્મ, એક સિરિયલ પણ બની છે.

રજુઆત - જય પંડ્યા

#Special #Story #matrubhasha #Gujarati #author #Sarasvatichandra  #GovardhanramMadhavramtripathi #gujaratisahitya #gujarat #sahity #kavita #varta #matrybhashadin

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow