MP Grant : સાંસદસભ્યને કેટલી ગ્રાન્ટ મળે? તેનો કેવો, કેટલો ને ક્યાં ઉપયોગ કરી શકે છે?

Member of Parliament sansad sabhya grant government of India devlopment

Jul 14, 2024 - 16:06
 0  23
MP Grant : સાંસદસભ્યને કેટલી ગ્રાન્ટ મળે? તેનો કેવો, કેટલો ને ક્યાં ઉપયોગ કરી શકે છે?

MP Grant : સાંસદસભ્યને કેટલી ગ્રાન્ટ મળે? તેનો કેવો, કેટલો ને ક્યાં ઉપયોગ કરી શકે છે?

Member of Parliament sansad sabhya grant government of India devlopment

આલેખન અને સંકલન - રવિ તન્ના

( લેખક સમાજશાસ્ત્ર સાથે M.A, M.ED. થયેલા છે. ભારતીય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ચૂંટણી અને બંધારણ વિષયક મુદ્દાઓના વિશેષ અભ્યાસુ છે. )

Member of Parliament sansad sabhya devlopment grant government of India

અહીં આ વેબ સાઈટ પર આપણે ભારતના એક જાગૃત નાગરિક તરીકે જે બાબતનો આપણને ખ્યાલ હોવો જોઈએ એ વિશે વિશેષ વિગતો જોતા રહીએ છીએ જેમાં અગાઉ ગ્રામપંચાયતમાં આવતી ગ્રાન્ટ અને તેના ઉપયોગ કયાં કેમ થાય છે એ જોયેલું આ ઉપરાંત ગત સપ્તાહે જ ધારાસભ્યને કેટલી ગ્રાન્ટ મળે અને તેનો લોકો માટે કેવો ઉપયોગ થઈ શકે એ પણ જોયું આજે સાંસદસભ્યને કેટલી ગ્રાન્ટ મળે? અને તેનો કેવો ઉપયોગ થાય તે જોઈએ...

ભારતમાં સંસદના બે ગૃહ -

ભારતમાં સંસદના બે ગૃહ છે લોકસભા અને રાજ્યસભા જેમાં પ્રથમ ગૃહ રાજ્યસભા છે રાજ્યસભાના સાંસદોની કુલ સંખ્યા 250 છે અને 12 સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે. એવા સભ્ય હોય કે જેમણે દેશ માટે કોઈ પણ ક્ષેત્રમાં સારું એવું પ્રદાન કરેલ હોય તેવા વધુમાં વધુ 12 સભ્યની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે. 11 સભ્ય ગુજરાત રાજ્યના છે.

લોકસભા સંસદનું બીજું ગૃહ છે જેમાં 545 સભ્ય છે.543 સભ્યની ચૂંટણી થાય છે અને 2 સભ્ય એંગલો ઇન્ડિયન જાતિના હોય છે.અને ગુજરાતમાં 26 લોકસભાના સભ્ય છે.

કોઈ પણ ખરડો લોકસભામાં પહેલા પસાર થાય છે અને પછી રાજ્યસભામાં પસાર થાય છે લોકસભા દર 5 વર્ષે ખંડિત થઈ જાય છે જ્યારે રાજ્યસભા ક્યારેય પણ ખંડિત થતું નથી એટલા માટે રાજ્યસભાને પ્રથમગૃહ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ દર 2વર્ષે ત્રીજા ભાગના સભ્યો નિવૃત થતા હોય છે રાજ્યસભાના સભ્યોને જે તે રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા 6 વર્ષ માટે ચૂંટવામાં આવતા હોય છે અને લોકસભાના સભ્યને 5વર્ષ માટે લોકો દ્વારા ચુંટવામાં આવતા હોય છે.

હવે જાણીએ, સંસદમાં ચૂંટાયેલા સભ્યોને કેટલી ગ્રાન્ટ એટલેકે રૂપિયા મળે છે અને એ લોકો એનો કેવો, કેટલો ને ક્યાં ઉપયોગ કરી શકે છે?

સાંસદસભ્યને કેટલી ગ્રાન્ટ મળે?

લોકસભા અને રાજ્યસભાના સભ્ય (સાંસદસભ્ય)ની ગ્રાન્ટ – દર વર્ષે સાંસદસભ્યને પોતાના મતવિસ્તારની ગ્રામ પંચાયતમાં કામ કરવા માટે ૫ કરોડની ગ્રાન્ટ મળેછે.એટલે કે ૫ કરોડ × ૫ વર્ષ માટે = ૨૫ કરોડ મળે છે.

સાંસદસભ્ય આ ગ્રાન્ટ કયા અને કઈ રીતે વાપરી શકે?

ભારત સરકાર પંચવર્ષીય યોજના અંતર્ગત આયોજન કરે છે શિક્ષણ,આરોગ્ય,ખેતી,પીવાનું પાણી, પર્યાવરણ, રોડ, રસ્તા, પર્યટન અને ગામડાઓના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવે છે.

પ્રધાનમંત્રીશ્રીની સૂચના અનુસાર દરેક સંસદસભ્યએ પોતાના વિસ્તારના કોઈ એક ગામ પસંદ કરી અને આદર્શ ગામ બનાવવા માટેની યોજના નક્કી કરી છે. તેના માટે પણ સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

આ સિવાય સંસદસભ્ય પોતાના મત વિસ્તારનો કોઈ નાગરિક ગંભીર બીમારીથી પીડાતો હોય તો તેમને સાંસદસભ્ય પોતાના લેટરપેડ ઉપરથી પ્રધાનમંત્રી આરોગ્ય ફંડ માંથી રકમ ફાળવવા રજુઆત કરી શકે છે.

ગુજરાતના 26 લોકસભાના સાંસદોમાં કેન્દ્રીયમંત્રી -

ગુજરાતના 26 લોકસભાના સાંસદો પૈકી અમિતભાઇ શાહ, દર્શનાબેન જરદોષ, દેવુસિંહ ચૌહાણ, ડો.મહેન્દ્રભાઈ મુંજપરા કેન્દ્રીયમંત્રી છે.

જૂનાગઢ-ગીર સોમનાથ લોકસભા મત વિસ્તારના સાંસદ -

જૂનાગઢ-ગીર સોમનાથ લોકસભા મત વિસ્તારના સાંસદ તરીકે રાજેશભાઈ ચુડાસમા છે. જે 2014માં પ્રથમ વખત સાંસદ બનેલા અને 2019માં બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.

ગુજરાતના રાજ્યસભાના 11 સાંસદોમાં કેન્દ્રીયકેબિનેટ મંત્રી -

જ્યારે ગુજરાતના રાજ્યસભાના 11 સાંસદો પૈકી એસ.જયશંકરજી,મનસુખભાઈ માંડવીયા, પરશોતમભાઈ રૂપાલા કેન્દ્રીયકેબિનેટ મંત્રી છે.

આલેખન અને સંકલન - રવિ તન્ના

Member of Parliament sansad sabhya devlopment grant government of India

Member of Parliament sansad sabhya grant government of India devlopment


અમારી સાથે જોડાવા માટે.... 

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow