વાનર પ્રજાતિ કઈ રીતે ઉત્પન્ન થઈ? રામાયણમાં આવતા વાનરો ખરેખર કોણ હતા?

Ramayana Monkeys Vanara species

Jul 14, 2024 - 16:03
 0  6
વાનર પ્રજાતિ કઈ રીતે ઉત્પન્ન થઈ? રામાયણમાં આવતા વાનરો ખરેખર કોણ હતા?

Ramayana Monkeys Vanara species

વાનર પ્રજાતિ કઈ રીતે ઉત્પન્ન થઈ? રામાયણમાં આવતા વાનરો ખરેખર કોણ હતા?

કોના દ્વારા કયા કયા વાનરોનો જન્મ થયો તેની વાત પણ જાણવા જેવી ને રસપ્રદ છે જાણો...

Ramayana Monkeys Hindu Mythology Vanara

રામાયણ અને પ્રભુ શ્રીરામના જીવન વિશે તો ભારત ખંડમાં કોણ અજાણ હોય?! તેમના જન્મ વિશે પણ સૌ કોઈ જાણે છે. જેમ કે રાવણનો ધરતી પર અતિશય ત્રાસ વધી જવાથી ધરતી સહિત દેવોએ જઈ અને ક્ષીર સાગરમાં શયન કરનારા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને તેણે કહ્યું કે હું રઘુવંશમાં જન્મ લઈશ અને રાવણનો સંહાર કરીશ. Ramayana Monkeys Vanara species

હવે આગળ કહાની જામે એવી છે...

બ્રહ્માજી સહિત સૌ કોઈ  ભગવાન વિષ્ણુ પાસે ગયા હતા. ભગવાને આમ કહ્યું કે હું અવતાર ધારણ કરીશ અને રાક્ષસોનો સંહાર કરીશ એટલે દેવોની સભા તો ફરી ચિંતા મૂકી અને આનંદકિલ્લોલ કરવા લાગી.

પણ વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ એવા બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન અવતાર ધારણ કરશે અ ને રાક્ષસોનો સંહાર કરશે એટલે શું આપણે સૌએ નિષ્ક્રિય થઈ જવાનું?

બધા બ્રહ્માજીને સાંભળતા રહ્યા. બ્રહ્માજીએ ફરી કહ્યું કે રાવણને એવું વરદાન છે કે મનુષ્ય અને વાનરથી જ તેનો સંહાર શક્ય છે. માટે આપણે સૌ વાનર જાતિમાં સંતતિની ઉત્પત્તિ કરો.  આ બાબતને વાલ્મીકીય રામાયણમાં શબ્દસહ સાંભળવા જેવી છે બ્રહ્માજી કહે છે કે

દેવતાઓ ભગવાન વિષ્ણુ સત્યપ્રતિજ્ઞ, વીર અને આપણા સૌના હિતેષી છે. તમે સૌ એમના સહાયક રૂપે પુત્રોની ઉત્પત્તિ કરો કે જે બળવાન, ઈચઅછા મુજબ રૂપ ધારણ કરવામાં સમર્થ, માયાના જાણકાર, શૂરવીર, વાયુ જેવા વેવાન, નીતિજ્ઞ, બુદ્ધિમાન, વિષ્ણુ જેવા પરાક્રમી, કોઈનાથી પરાજિત ન થનારા, જાત-જાતના ઉપાયોના જાણકાર, દિવ્ય પ્રકારની અસ્ત્રવિદ્યામાં નિપુણ હોય. (વા.રા. બા.કા. સ.17 શ્લો.3-4 ) Ramayana Monkeys Vanara species

મુખ્યમુખ્ય અપ્સરાઓ, ગન્ધર્વોની પત્નીઓ, યજ્ઞ અને નાગજાતિની કન્યાઓ, રીંછોની પત્નીઓ, વિદ્યાધરીઓ, કિન્ન્રીઓ અને વાનરીઓના ગર્ભથી વાનરરૂપે પોતાના જેવા પરાક્રમી પુત્રો ઉત્પન્ન કરો. (વા.રા. બા.કા. સ.17 શ્લો.3-4 )

વિચારો કે એ સમયે મહાપરાક્રમી સુપરપાવર રાવણને હરાવવા માટે દેવતાઓએ કેવડી બાયોલોજિકલ અને ડિએનએ લેવલે યુદ્ધનો પ્રારંભ કરવો પડ્યો હશે?!

આ શ્લોકો પછી કોના દ્વારા કયા કયા વાનરોનો જન્મ થયો તેની વાત પણ જાણવા જેવી ને રસપ્રદ છે જાણો...

બ્રહ્માજીના બગાસા માંથી ઋક્ષરાજ જામ્બવાનનો જન્મ થયો.

ઈન્દ્ર દ્વારા વાનરરાજ વાલીનો જન્મ થયો.

સૂર્યદેવે સુગ્રીવને જન્મ આપ્યો.

બૃહસ્પતિએ તાર નામના મહાકાય વાનરને ઉત્પન્ન કર્યો, જે બધા આગેવાન વાનરોમાં પરમ બુદ્ધિમાન ને શ્રેષ્ઠ હતો.

કુબેરે ગંધમાદન નામના વાનરને જન્મ આપ્યો.

વિશ્વકર્મએ નલ નામના મોટા વાનરને ઉત્પન્ન કર્યો.

અગ્નિદેવે નીલ નામનો પુત્ર ઉત્પન્ન કર્યો.

અશ્વિનીકુમારોએ મૈન્દ અને દ્વિવિદ નામના વાનરને જન્મ આપ્યો.

વરુણે સુષેણ નામના વાનરને જન્મ આપ્યો.

પર્જન્ય નામના દેવતાએ શરભ નામના વાનરને જન્મ આપ્યો.

વાયુ દેવતાએ ઔરસ સંતાન તરીકે હનુમાનજીને જન્મ આપ્યો.

(વા.રા. બા.કા. સ.17 શ્લો.16 )

આમ વાલ્મીકીય રામાયણના બાલકાન્ડના સત્તરમાં સર્ગમાં પરાક્રમી વાનરોની ઉત્પત્તિનો ઉલ્લેખ જોવા મળે છે.

Ramayana Monkeys Vanara species


અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow