એક અનોખો નવતર પ્રોયોગ: આપત્તિને અવસર બનાવતા શિક્ષક
Nareshbhai Sondagar Teacher innovation gujarat primary school

એક અનોખો નવતર પ્રોયોગ: આપત્તિને અવસર બનાવતા શિક્ષક
Nareshbhai Sondagar Teacher innovation gujarat primary school
Teacher innovation gujarat primary school
ગીરગઢડા તાલુકાના ચીખલ ગામના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નરેશભાઈ સોંડાગાર એક એવા શિક્ષક છે જેમણે પોતાના ચિત્ર અને ક્રાફટના શોખને બાળકોના શૈક્ષણિક વિકાસ માટે ઉપયોગમાં બનાવી દીધો છે.
નરેશભાઈ ચિત્રની કોઈ ડિગ્રી ધરાવતા નથી. આમ છતાં તેમનો અંગત રસ છે કે એમને અનેક ચિત્રો અને પોટ્રેટ બનાવ્યા છે. એટલું જ નહિ એના ફ્રી સમયમાં અનેક વિદ્યાર્થીઓને ચિત્ર વિશે માર્ગદર્શન આપે છે. એમને આજ સુધીમાં ઘણાં વિદ્યાર્થીઓને જિલ્લા અને રાજ્ય સ્તરે ચિત્રમાં આગળ વધાર્યા છે.
શાળામાં એમણે શું કર્યું?
સરકારી પ્રાથમિક શાળાઓમાં ૩૧ જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓને આવવાનું બંધ છે. કોરોનાની આ આપત્તિમાં શિક્ષક જીવંત છે. એ આપત્તિને પણ અવસર બનાવી શકે છે કારણ કે શાળા બંધ છે, શિક્ષણ નહિ. તો એ દરમિયાન નરેશભાઈ કાર્ડસીટ દ્વારા અનેક આકરો બનાવ્યા અને તેને પોતાની ચિત્રકલાથી સજાવ્યા છે. જેથી બાળક આટલાં દિવસની રજા પછી ફરીથી જ્યારે શાળાએ આવે ત્યારે એને વાર્મ વેલકમ મળી શકે. એને શૈક્ષણિક રમકડાં મળી શકે. આ બાબતો વિશે લખું એના કરતાં આપ ફોટો જોશો તો વધુ ખ્યાલ આવશે. અહીં કેટલાક ફોટો આપેલા છે.
અભ્યાસ લક્ષી ચિત્રાંકન -
Nareshbhai Sondagar Teacher innovation gujarat primary school
શાળામાં એક થી ચાર ધોરણને અભ્યાસમાં મદદરૂપ થાય એ માટે શાળામાં પડી રહેલા નાના ટેબલ પર પોતાના ખર્ચે કલર લઈ આવી અને ટેબલ ને બોલતાં કર્યાં.
ટેબલ માં સામાન્ય લેખન, ગણન અને વાંચન સુધારી શકાય અને બાળકોને સતત એની સામે રાખી શકાય એવા પ્રયત્નો કર્યા છે.
વિવિધ વસ્તુઓના મોડેલ અહીં ફોટો માં મૂકીએ છીએ. કદાચ કોઈ શિક્ષકને કે વાલીઓને ઉપયોગી સાબિત થાય અને નવો વિચાર બાળકોના અભ્યાસમાં એક નવો આયામ સિધ્ધ કરાવે.
વિશેષ તમામ ફોટોઝ જોવા માટે નીચે ગેલેરી મૂકી છે એમાં આપ એક પછી એક ફોટો જોઈ શકશો... ????????????
ચિત્રના ફોટો - નરેશભાઈ સોંડાગાર
આલેખન સંકલન - આનંદ ઠાકર
Teacher innovation gujarat primary school
અમારી સાથે જોડાવા માટે.... ????????????
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






