કોમારામ ભીમના બાળપણ, પ્રથમ ક્રાંતિની ઘટના, યુદ્ધ, અંતિમ ઉપાય
RRR komaraam bhim south film freedom fighter india tribal hero

કોમારામ ભીમના બાળપણ, પ્રથમ ક્રાંતિની ઘટના, યુદ્ધ, અંતિમ ઉપાય
RRR komaraam bhim south film freedom fighter india tribal hero
સુપર સે ભી ઉપર હિટ ફિલ્મ બાહુબલીના નિર્માતા રાજામૌલીની નવી ફિલ્મ છે RRR. આ RRR માં દર્શાવેલ કોમારામ ભીમના આવા સંઘર્ષ વિશે આપણે જાણીએ છીએ? તેમાં ત્રણ હીરો છે. એ બધા જ ની પાછળ એક સત્ય ઘટના છે. ફિલ્મમાં જેમનું પાત્ર જુનિયર એન. ટી. આર. ભજવી રહ્યાં છે, એવા કોમારામ ભીમના બાળપણ, પ્રથમ ક્રાંતિની ઘટના, યુદ્ધ, અંતિમ ઉપાય, વિશ્વાસઘાત અને આ રીતે ભારતના વીર યોદ્ધા અને ક્રાંતિકારી વિશે વિશેષ વાતો જાણીએ....
freedom fighter komaram bheem real story
ગૌન્ડ જાતિના આદિવાસી નાયક
કોમરામ ભીમ ગૌન્ડ જાતિના આદિવાસી નાયકના પ્રતિનિધિ ક્રાંતિકારી હતા. તેમણે વનવાસીઓ ના ન્યાય અને અધિકારો માટે હૈદરાબાદના નિઝામ સામે ક્રાંતિ કરી હતી હતી. અત્યારે પણ પ્રચલિત નારો જળ, જમીન અને જંગલનો નારો તેમણે આપ્યો હતો. જંગલો પર વનવાસીઓનો અબાધિત અધિકાર છે એને એ માટે સંઘર્ષ કરે છે.
બાળપણ -
ગૌન્ડ જાતિના તુર આદિવાસી સમાજમાં એમનો જન્મ થાય છે. સન ૧૯૦૦ માં તેલંગાણામાં સંકપલ્લીમાં એમનો જન્મ થયો હતો. પહેલાં આ સ્થળ ચંદપુર એ ગૌન્ડ રાજ્યના શાસન હેઠળ હતું.
એણે નાનપણથી જ પોતાના માતાપિતા અને આસપાસના વનવાસીઓને શોષણનો ભોગ બનતા જોયાં. તેના માતા પિતા અને અન્ય લોકો જે જંગલોમાં ખેતી કરતાં હતાં, તેની તમામ ઊપજ નિઝામના અધિકારીઓ લઈ જતા અને વૃક્ષો કાપવા માટે આદિવાસીઓને માર તો પડતો પણ એના છોકરાઓની આંગળીઓ કાપવામાં પણ આવતી. આ જોઈ ભીમના પિતાજીએ વિદ્રોહ કર્યો અને એમની ક્રાંતિના બદલામાં મૌત મળ્યું.
freedom fighter komaram bheem real story
પ્રથમ વિદ્રોહ -
એક વાર હૈદરાબાદના નિઝામના પટ્ટેદર અધિકારીઓ કર વસૂલવા આવ્યા ત્યારે તેના સૈનિકોએ વનવાસીઓ પર અત્યાચારો શરૂ કર્યા અને આ જોઈ અને ભીમથી રહેવાયું નહિ. એણે એના અધિકારી સિદ્દીકીને મારી નાખ્યો. હવે એને ત્યાં રહેવું મુશ્કેલ હતું. પછીનું જીવન એનું અહીંથી તહીં ભટકતું રહ્યું. આ ભાગદોડમાં તેણે ચાર વર્ષ આસામના બગીચામાં કામ કર્યું. ત્યાં પણ ક્રાંતિકારી વલણ દાખવ્યું એટલે જેલ થઈ.
ગોરીલા યુધ્ધની શરૂઆત -
આખરે ફરી પાછા વલ્લાર આવ્યા જ્યાં તેમણે આદિવાસીઓને સંગઠિત કર્યા અને પોતાના અધિકારો પ્રાપ્ત કરવા માટે જાગૃત કર્યાં. ૧૯૨૮ થી ૧૯૪૦ સુધી ગોરીલા યુધ્ધ થયું. ત્યારબાદ તે ફરી પોતાની જમીન તરફ ગયા અને ખેતી શરૂ કરી પણ ફરી એ જ નિઝામના લોકો એને કર માટે અને જમીન માંથી દૂર થઈ જવા હેરાન કરવા લાગ્યા.
અંતિમ ઉપાય -
હવે ભીમે નક્કી કર્યું કે હવે ક્રાંતિ એક માત્ર વિકલ્પ છે એટલે કુલ ૧૨ આદિવાસી પ્રદેશોને એક કરી અને ગૌન્ડ સામ્રાજ્યના અવાજને બુલંદ કર્યો. બધાએ હવે પોતાના અધિકારો માટે લડવા મરણિયા બનવા તૈયાર કર્યા. એક પછી એક પ્રદેશના જમીનદારો પર હુમલાઓ શરૂ કર્યા. આ વાતની જાણ નિઝામને થતાં તેણે ડરી જઈ અને કોમરામ ભીમ સાથે ચર્ચા કરવા માટે પોતાના પ્રતિનિધિને મોકલ્યા.
ભીમની શરત -
ભીમરાવ સાથેની વાતમાં નિઝામે બધાંની જમીન મુક્ત કરવા કહ્યું પણ ભીમે કહ્યું લડાઈ ન્યાય માટે છે. અમારા લોકોને જેલ માંથી મુક્ત કરો અને તમે આ ગૌન્દ સામ્રાજ્યના પ્રદેશ માંથી દૂર થઈ જાઓ. પણ નિઝામે એ સ્વીકાર ન કર્યું ને ભીમને મારવા માટે ૩૦૦ જવાનોની ફોજ સાથે યુદ્ધ શરૂ થયું. છતાં નિઝામ કે એની સેના કશું ન કરી શકી.
વિશ્વાસઘાત -
પણ, ભારતમાં દર વખત હરેક ક્રાંતિકારી સાથે જે થતું આવે છે એ થયું. એક કુર્દુ પટેલ લાલચમાં આવી ગયો, એનો બાતમીદાર બની ગયો અને તા. ૧-૯-૧૯૪૦ ના દિવસે બહુ જૂજ લોકો સાથે ભીમ જંગલમાં જ્યાં હતા ત્યાં સશસ્ત્ર નિઝામ પોલીસોએ ઘેરી લીધા. ભીમ પાસે સિમિત શસ્ત્ર હતા. ટૂંક સમયમાં જ એમનું મૃત્યુ થાય છે.
ક્રાંતિકારી -
એક મહાન ક્રાંતિકારીઓની અદાથી તેઓ મોતને ભેટ્યા. આવા વીર વ્યક્તિત્વ પર ડિરેક્ટર રાજામૌલીની પોતાની નવી ફિલ્મ RRR રજૂ કરે છે. જોઈએ હવે સત્ય અને સિનેમા વચ્ચે કેટલું અંતર પડે છે.
અમારી સાથે જોડાવા માટે.... ????????????
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






