‘ઓપરેશન સિંદૂર’ અને ગરવી ગુજરાતણ
Operation Sindoor gujarati women Indian army officer

Operation Sindoor gujarati women army officer
Operation Sindoor LIVE: India Responds to Pahalgam Attack, Strikes Terror Camps in Pakistan
‘ઓપરેશન સિંદૂર’ અને ગરવી ગુજરાતણ
લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં ‘ઓપરેશન સિંદૂર’ની વિસ્તૃત જાણકારી બે મહિલા અધિકારીઓએ આપી. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ.
કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાના Corps of Signals ના ઓફિસર છે અને ૨૦૧૬ માં ભારતના યજમાનપદે યોજાયેલ સૌથી મોટી Foreign Military Drill નું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા તરીકેનું સન્માન મેળવી ચુક્યાં છે.
ગુજરાતીઓ માટે ગૌરવની વાત એ છે કે, કર્નલ સોફિયા કુરેશી ગુજરાતી છે. બાયો કેમેસ્ટ્રીમાં અનુસ્નાતકનો અભ્યાસ કરેલ સોફિયાના દાદા લશ્કરમાં હતા અને પોતે પણ લશ્કરી અધિકારી સાથે લગ્ન કર્યા છે.
પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરનાર આ બંને મહિલાઓની કારકિર્દી માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, તે ભારતીય સેનાનો બદલાતો ચહેરો દર્શાવે છે—જ્યાં પુરુષ કે સ્ત્રી નહીં , પરંતુ લાયકાત અને સમર્પણને સન્માનિત કરાય છે.
વિશેષમાં સમાચારપત્રોના અહેવાલ અનુસાર ઓપરેશન સિંદૂર ઇન્ડિયા લાઇવ: નિયંત્રણ રેખાથી અનુક્રમે 9 કિમી અને 13 કિમી દૂર આવેલા મરકઝ અહલે હદીસ, બરનાલા અને મરકઝ અબ્બાસ, કોટલીને નિશાન બનાવવામાં આવ્યા હતા.
Operation Sindoor LIVE: India Responds to Pahalgam Attack, Strikes Terror Camps in Pakistan
સૌજન્ય - આશિષ ખરોડ સાહેબ...
#OperationSindoor
What's Your Reaction?






