Media મીડિયાને હાથ જોડીને વિનંતી....
Request media clean school government primary school Clean India
Request media clean school government primary school Clean India
Media મીડિયાને હાથ જોડીને વિનંતી....
- ડૉ. નલિન પંડિત
( નિવૃત્ત શિક્ષણ નિયામક GCERT ગાંધીનગર. હાલ ભાવનગર. )
શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા થતી સફાઈને વધાવો. તેને વધુને વધુ આવકારો. તેનો શુભ સંદેશો સર્વત્ર પ્રસરે તેવા પ્રયાસમાં સાથ આપો.
ભગવાન શ્રીરામ અને પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ ભગવાને પણ તેના ગુરુકુળ ભણતરમાં સવારે વહેલા ઊઠી સફાઈ કરી છે. ગાયો દોહી છે. ગમાણ સાફ કરી છે. ગૌશાળાની સફાઈ કરી છે. લાકડાના ભારા ઉપાડ્યા છે અને ફાડ્યા છે. રસોઈ કરી છે.
આ અણમોલ પ્રથા આજે પણ ગુરુકુળ શાળાઓ અને બુનિયાદી શાળાઓમાં ચાલુ છે. આનંદો.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીથી માંડી પ્રવર્તમાન માન. શ્રી PM મોદી સાહેબ, મહાન ક્રિકેટર તેંડુલકર, મહાન કલાકાર અમિતાભ બચ્ચન એવી હજારો પ્રતિભાઓ સફાઈ કામમાં જોડાઈને જે કલ્યાણકારી સંદેશો આપે છે તેને આગળ ધપાવીએ.
એક સમયના અમદાવાદ ગ્રામ્યના DEO પોતાની આખી સોસાયટી જાતે સાફ કરતા. કારણ તેઓની શાળાનું અને શિક્ષિકા માતાનું શિક્ષણ.
એક વખતના શિક્ષણમંત્રીશ્રી અને અમદાવાદની મોહિની બા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલશ્રીની શાળામાં, સફાઈ શાળાની દીકરીઓ જાતે કરતી હતી.
ચાપરડાના ક્રાંતિકારી સંત પૂજ્ય મુક્તાનંદજીબાપુ ગ્રામસભામાં જાહેરમાં કહે છે કે : તમારું ગામ સાફ રાખો. તમને શરમ આવતી હોય તો હું આવીશ અને પહેલો સાવરણો હું ઉપાડી ગામ સફાઈમાં સાથ આપીશ.:
જે દેશોનો હેપીનેક્ષ ઇન્ડેક્ષ ઊચો છે ત્યાં શાળા સફાઈ એ કેળવણીનો ભાગ છે.
અમેરિકામાં સિનિયર સિટીઝન્સ જાહેર જગ્યાઓની સફાઈ કરે છે. કારણ તેઓએ શાળામાંથી જ સફાઈકામ શીખવવામાં આવ્યું છે. માટે તો અમેરિકા સ્વચ્છ છે.
મારી સાથે હજારો શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અંબાજી, પાલીતાણા તળેટી અને ગરવા ગિરનારની સફાઈ કરી છે. તે પણ દેશના મહત્વના પર્વ ઉપર. તેનું અમને ગૌરવ છે.
કોરોના કાળમાં અમારી ટીમે 400 શાળાઓમાં ગુરૂજીઓને ઊભા સાવરણા બનાવતા શીખવ્યા છે. તે શાળાઓમાં ઉત્તમ સફાઈ થઈ રહી છે.
તાજેતરમાં હું ભાવનગરના પ્રસિદ્ધ યાત્રાધામ નિષ્કલંક મહાદેવ- કોલિયાકના દર્શને ગયેલો. અધધધ ગંદકી જોઈ. થોડા દિવસ પહેલા જિલ્લાના કોલેજ યુવાની અને શાળાના વિદ્યાર્થીઓએ સફાઈ કરી છે તો પણ.
આ કામ સ્કાઉટ ગાઈડ દ્વારા વિશ્વના 200થી વધારે દેશોની શાળાઓમાં થાય છે અને થઈ રહ્યું છે.
થોડા દિવસમાં અમે નિવૃત્ત અધિકારીઓ અને ગુરૂજીઓ ભાવનગર NGO અને શિક્ષણ સંઘના સથવારે ફરી આ દરિયાઈપટ્ટીની સફાઈ હાથ ધરવામાં છીએ. આ બાબતને વધાવો. તેમાં સાથ આપો. તેમાં સહુનું કલ્યાણ છે.
Request media clean school government primary school Clean India
આ દેશને ક્યાં સુધી અસ્વચ્છ રાખવો છે?
અસ્વચ્છ ગામડું હોય કે રાજ્ય હોય કે દેશ, અસ્વચ્છતાની સ્વાસ્થ્ય ઉપર ઘણી ખરાબ અસર થાય છે. વિદ્યાર્થી ઓ ઉપરતો વિશેષ.
સફાઈ એ સર્વાંગી શિક્ષણ અને વિકાસ સાથે સંકળાયેલ છે. સર્વાંગી શિક્ષણ એ શિક્ષણ વિભાગનું મૂળભૂત કામ છે.
માટે જ વિનંતી છે. હાથ જોડીને વિનંતી છે.
સફાઈના મંગલ યજ્ઞમાં મીડિયા સહયોગ આપે. ચમત્કાર સર્જાશે. તેમાં શંકા નથી. જેની આ દેશને તાતી જરૂર છે.
Request media clean school government primary school Clean India
ડૉ. નલિન પંડિત
નિવૃત્ત શિક્ષણ નિયામક GCERT ગાંધીનગર. હાલ ભાવનગર.
#Request #media #clean #school #government #primaryschool #cleanindia
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






