Stock Market : શેર બજારમાં ઇન્વેસ્ટ કરતાં હો કે ન કરતાં હો, આ વાત તમારે જાણવી જરૂરી છે...
Stock Market India share bazaar investment

Stock Market India share bazaar investment
Stock Market : શેર બજારમાં ઇન્વેસ્ટ કરતાં હો કે ન કરતાં હો, આ વાત તમારે જાણવી જરૂરી છે...
આલેખન - કાનજી મકવાણા
શેર બજારમાં આજે હરકોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે. ધડાધડ બજાર ઊંચું જઈ રહ્યું છે. એક સર્વે પ્રમાણે લોક ડાઉન બાદ શેર બજારમાં સૌથી વધુ ડિમેટ એકાઉન્ટ સામાન્ય જનતાએ ખોલ્યાં છે. એમાં પણ મહિલાઓના નામે ડિમેટ એકાઉન્ટ વધુ ખોલાયા છે. ત્યારે આજે શેર બજારમાં ઇન્વેસ્ટ કરતાં હો કે ન કરતાં હો, આ વાત તમારે જાણવી જરૂરી છે...
આ બાબતે વિશેષ માહિતી લખી છે કાનજી મકવાણાએ.
ભારતીય શેરબજારમાં કેટલાં પ્રકારના ઇન્વેસ્ટર્સ હોય છે? તમે શેરબજારમાં છો? તો જાણો અત્યારે કોઈ કંપનીમાં કઈ રીતે રોકાણો થતાં હોય છે? આપણો પૈસો ને આપણો હિસ્સો શું હોય છે?
Stock Market india shere bazar investment pramoter fii dii retail investor property
શેરબજારમાં કોઈપણ સારી કંપનીમાં ઇન્વેસ્ટર્સ હોય એમાં ચાર કેટેગરી હોય...બહુ ટૂંકમાં જોઈએ તો...
1) પ્રમોટર:
એટલે કે કંપનીના સ્થાપક લોકો, કંપની જે તે ગ્રુપની હોય એ ગ્રૂપ...જેનો હિસ્સો દરેક કંપનીમાં લગભગ સૌથી મોટો હોય. જે ઓછો હોય તો ય ચિંતાજનક અને ખૂબ મોટો હોય તો ય...
2)ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર-FII:
આ ઇન્વેસ્ટર્સ આખી દુનિયાની કંપનીઓમાં રોકાણ કરતા હોય છે. આ ઇન્વેસ્ટર્સ કોઈપણ દેશના સ્ટોક માર્કેટને ઉપર કે નીચે લઇ જવામાં બહુ મોટો રોલ ભજવતા હોય છે.જેમાં કેટલીક FII એટલી રેપ્યુટેડ છે એ કોઈ દેશની કોઈ કંપની વિશે એક નિવેદન પણ કરે એની સીધી અસર એ કંપનીના શેર પર તરત થાય. પણ કેટલીક FII ખરેખર દાવ હોય છે.
૩) ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર-DII:
આ જે તે દેશની ઘરેલુ ઇન્વેસ્ટર્સ હોય છે, દેશની એવી કંપનીઓ જેની પાસે પબ્લિકના રુપિયા આવે છે, જેમાં પબ્લિકને રિટર્ન આપવાનું હોય છે તો એ લોકો એ રકમનો મોટો હિસ્સો શેર બજારમાં રોકે છે, જેમાં વીમા કંપનીઓ, બેંકસ, મ્યુચઅલ ફંડ્સ, ને જુદી જુદી ઇન્વેસ્ટિંગ ફર્મ કે રાધાક્રિષ્નન દામાની કે રાકેશ જૂનજુનવાલા જેવા લોકો આવે. ભારતમાં હજારો DII છે. છેલ્લા એક વર્ષથી FII ભારતમાં નવું રોકાણ ઓછું અને જૂના રોકાણમાંથી રૂપિયા વધુ કાઢી રહ્યું છે, ત્યારે ભારતના માર્કેટને સ્ટેડી રાખવામાં આ DII નો મોટો ફાળો છે. કારણ કે એ નવા રોકાણ કરી રહ્યા છે.
ને છેલ્લે ચોથું છે
4) રીટેલ ઈનેસ્ટર્સ:
તમે , હું...આપણા જેવી પબ્લિક...હવે શેરબજારમાં ડાયરેકટ રોકાણ કરવું આંગળીને ટેરવે થયું છે, ત્યારે છેલ્લા પાંચેક વર્ષમાં આપણા રિટેલ નિવેશકોની સંખ્યા અધધ વધી છે. ધ્યાન ન રાખીએ તો છેલ્લે દાવ આ પબ્લિકનો જ થતો હોય છે.
આલેખન - કાનજી મકવાણા
Stock Market India share bazaar investment
અમારી સાથે જોડાવા માટે.... ????????????
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






