વિશેષ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે અને તેના પુસ્તકો માંથી...
Teacherday Special dr. Sarvepalli Radhakrishnan and his books
વિશેષ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે અને તેના પુસ્તકો માંથી...
Teacherday Special dr. Sarvepalli Radhakrishnan and his books
Teacherday Special dr. Sarvepalli Radhakrishnan and his books
આધુનિક ઋષિઓની ગણનામાં તેનું સ્થાન ઉપર છે….
તમીલના તીરુત્તાની ગામના ગરીબ બ્રાહ્મણનો છોકરો. એમ. એ. સુધીમાં આ કળીકાળમાં પ્રસ્થાનત્રયી (ગીતા,ઉપનિષદ અને બ્રહ્મસૂત્રને પ્રસ્થાનત્રયી કહે છે. પહેલાના ઋષીઓ ત્યારે જ વિદ્વાન ગણાતાં) પર ભાષ્ય આપે છે. સ્કોલર થઈને ઓક્સફોર્ડમાં ભણવા ગયેલો આ ગરીબ બ્રાહ્મણનો છોકરો, આખરે ત્યાં પી.એચડીનો ગાઈડ બની જાય છે.
ઓક્સફોર્ડ યુનિ.માં ‘ઈસ્ટર્ન રિલીજીયન એન્ડ એથિક્સ’ વિષયના ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પી.એચડી.નો ગાઈડ બની જાય છે. અંગ્રેજોને અંગ્રેજોના પ્રદેશમાં જઈને અંગ્રેજીમાંજ હિન્દુધર્મના પાઠ ભણાવે છે, જ્યારે અંગ્રેજો ભારત પર કબ્જો જમાવામાં વ્યસ્ત હતા ત્યારે વિવેકાનંદ અને રવિન્દ્રનાથ પછી તેને સાબિત કરી બતાવ્યું કે વિચારોમાં બુદ્ધિમત્તા ભારતીયની હોઈ શકે છે.
આ અંગ્રેજોએ 1933-37માં તેમને નોબેલ પ્રઈઝ માટે તેમનું નોમિનેશન પણ કર્યું, પણ તેને નોબેલપ્રાઈઝ ન આપ્યું. સર નો ખિતાબ પણ જેને મળે લો તે તેમણે સાભાર અસ્વીકાર કર્યો. ‘પૂર્વનો ધર્મ અને પશ્ચિમના વિચાર’(ઈસ્ટર્ન રીલીજીયન એન્ડ વેસ્ટર્ન થોટ), ‘ભારતીય તત્વજ્ઞાન’ (ઈન્ડીયન ફિલોસોફી), ‘ધમ્મપદ’, ‘ઉપનિષદના સિદ્ધાંતો’ ‘શ્રદ્ધાની પુનઃપ્રાપ્તિ’ (રિકવરી ઓફ ફેઈથ) જેવા વિશ્વને પણ નોંધ લેવા પડે તેવા તત્વજ્ઞાનના પુસ્તકો આપનાર આ ગરીબ બ્રાહ્મણનો છોકરો એટલે બીજું કોઈ નહીં પણ આપણા પ્રથમ ઉપ-રાષ્ટ્રપતિ અને 5 સપ્ટેમ્બર જેના જન્મદિવસે આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ તે જ્ઞાનપૂંજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન. જેનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 અને મૃત્યુ 17 એપ્રિલ 1975 રોજ થયું હતું. Teacherday Special dr. Sarvepalli Radhakrishnan and his books
મિત્રો, આપણે જેને માત્ર ભારતના રાષ્ટ્રપતિ તરીકે જાણીએ છીએ, તે ન તો કેવળ શિક્ષક હતાં કે ન માત્ર રાષ્ટ્રપતિ હતાં, તે જે બુદ્ધિપ્રતિભાનાધની હતા, તેના માટે આ બધા પદ કે એવોર્ડ ઉણાં ઉતરતાં હતાં. ઘણા વ્યક્તિ એવા હોય છે જેનાથી પદ શોભતાં હોય છે. આવા વ્યક્તિઓથી પદ શોભે છે. તેનું એક પુસ્તક ખૂબ પ્રસિદ્ધ છે, ‘રિકવરી ઓફ ફેઈથ’ અર્થાત શ્રદ્ધાની પુનઃપ્રાપ્તિ. આ પુસ્તકમાંથી તેના જ્ઞાનના બેક છાંટણા આજના પાવન દિને લેવાથી આપણા પુણ્યમાં પણ વધારો થાય છે. Teacherday Special dr. Sarvepalli Radhakrishnan and his books
નીચે આપેલા છે કેટલાક ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના વાક્યો….
– વિશ્વના ધર્મશિક્ષકોએ તેની પરંપરાઓને તોડીને એક નવી પરંપરા રચી છે, જેથી તે આપણને નવો ધર્મ અને વિચાર આપી શક્યા છે.
– આપણો સમાજ એટલો અસ્વસ્થ નથી કે તેની રક્ષા ન કરી શકાય, સમસ્યા માત્ર એટલી જ છે કે તે વિભક્ત નિષ્ઠા અને પ્રતિકૂળ પ્રેરણાઓથી પીડિત છે.
– આપણને માત્ર એવી નિષ્ઠાની જરૂર છે, જે વસ્તુઓ પર અંતરઆત્માની શક્તિને સ્થાપિત કરે અને જ્યાં વિજ્ઞાન અને સમાજે પોતાની પારસ્પરિકતા ગુમાવી દીધી છે તેને ફરી સ્થાપિત કરે.
– જો આપણે આપણી નૈતિકતા અને સત્ય(માનવ તત્વને)ને જાળવી રાખવું હોય તો આધુનિકતાનો વિવેક બુદ્ધિથી ઉપયોગ કરતા સમજી લેવું પડશે.
– જ્યારે જીવનમાં શાંતિ અને સ્થિરતાના ગંભિર સ્રોતોનો અભાવ હોય છે, ત્યારે આપણે ઈન્દ્રીય સુખોમાં ડૂબીને તેની પૂર્તિ કરીએ છીએ. આવી પ્રવૃત્તિ કરીને આપણી અંદર રહેલા ખાલીપણાને બેધ્યાન કરી દઈએ છીએ.
– માણસ સમાજમાં બુદ્ધિમાની અને પ્રોફેશનલ બને છે પણ તેને એ ખબર નથી કે પોતાના સંબંધો કરતાં સામાજિકહિત વધારે મહત્વપૂર્ણ હોય છે.
– કોઈ વ્યક્તિના આત્મા, હૃદય અને મસ્તિષ્કમાં જે બને છે, વિખેરાય છે અને ઘડાય છે, તે જ તેના માટે વધું મહત્વપૂર્ણ સાબિત થાય છે.
– માણસે સારા-ખરાબનું જ્ઞાન છે. તે જે હદ સુધી માનવીય છે તે હદ સુધી તેણે સારું-ખરાબ, પાપ-પુણ્ય કરવું જ પડે છે. જો તે તેની સ્વતંત્રતાનો ઉપયોગ કર્યા વગર કામ કર્યે જાય તો તે યંત્ર બની જાય છે. સામાન્ય નશ્ચિત ક્રમને આત્મસમર્પણ કરવા કરતાં તો ખરાબ કરવું વધારે સારું, કારણ કે આ અવસ્થા જ તેને માણસ બનાવે છે.
આલેખન – – આનંદ ઠાકર
Teacherday Special dr. Sarvepalli Radhakrishnan and his books
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






