રિલેશનશિપ: સેલિબ્રિટી, સામાન્ય જન અને નવી પેઢી... 

Friendship celebrity and comman man shahid Kareena ajay tabu

Mar 11, 2025 - 05:53
Mar 11, 2025 - 05:54
 0  30
રિલેશનશિપ: સેલિબ્રિટી, સામાન્ય જન અને નવી પેઢી... 

Friendship celebrity and comman man shahid Kareena ajay tabu

રિલેશનશિપ: સેલિબ્રિટી, સામાન્ય જન અને નવી પેઢી... 

Iffa award માં કરીના અને શાહિદ મળ્યા, તેણે થોડી વાતો કરી અને બસ, એ દૃશ્ય રીલ બની ગયું અને વિસ્તરી ગયું. 

અજય દેવગણ અને તબ્બુ એક ઇન્ટરવ્યુમાં આવ્યા તબ્બુ જે રીતે અજય દેવગણ સાથે વર્તે છે મિત્રતાભર્યું એ પણ રીલ બનીને રેલાઈ ગયું. 

હજુ હમણાં જ સોનાલી બેન્દ્રે અને રાજ ઠાકરે એક પ્રોગ્રામમાં ભેગા થઈ ગયા અને એની ઉપસ્થિતિ અને વાતો કરવાના દૃશ્યો પણ રીલ બનીને ફેલાઈ ગયા. 

ખ્યાલ ન આવ્યો હોય તો આગળ વાંચતા પહેલા નીચેની લિંક જોઈ લો... 

https://youtube.com/shorts/-rP1j88f-JM?si=x59KtknmpWIzFAJr

કોઈ એક સેલિબ્રિટી ક્યારેક કોઈકના પ્રેમમાં કે મિત્રતામાં હોય એ ફરી ક્યારેક મળે અને જે ઘટના બને તે દૃશ્યોનું આજની કહેવાતી આધુનિક પેઢીની રીલ્સમાં ઘૂમરી લેવા માંડવું શું બતાવે છે? આધુનિકતા, એક્શન, કઠોર વાસ્તવિકતાઓ, સામાજિક વિસંગતતાઓ, રાજકીય, આર્થિક કે વૈચારિક ઉથલપાથલ વચ્ચે પણ આજનો યુવાન ગમતી વ્યક્તિ સાથે બે મીઠી ક્ષણો પસાર કરવા મળે ને પાંચ ભીની વાતો કરવા મળે એટલે જિંદગી ખુશ ખુશ છે બાકી જીવનની આપાધાપીમાં ઘટે તો બસ આટલું જ અને એ અતૃપ્ત ઈચ્છાઓ વાઈરલ થઈ અને આવા દૃશ્યોમાં જોવા મળે છે. આ આજની અને આવતીકાલની પેઢીને સમજવા માટે એક માધ્યમ છે કે વિજાતીય વ્યક્તિ સાથેના સંબંધમાં એ ઘણાં મેચ્યોર થવા લાગ્યા છે. 

જીવનની ટૂંકના એક સ્તરે એવું થઈ જાય કે બસ, હવે થાકી જવાશે અને એમાં કોઈ ગમતો સાથ મળે, ભલે દૂર રહીને થોડી દિલથી મળી લે બેક પળ હસી લે છે અને જાણે બે કોરા થઈ જઈ રહેલા આયખાને નવો ઉત્સાહ અને નવું જોમ મળી જાય છે અને રાજેન્દ્ર શુક્લ સાહેબના શબ્દોમાં કહેવાનું મન થઈ જાય કે " રેતાળ કિનારા હેતાળ હસી લઈએ." આ એવા વિજાતીય મિત્રો છે જેને પડદા પર પ્રેમ અને રીલમાં મિત્રતાથી રહેતા જોઈને આપણે પણ આવી નિર્મલ મિત્રતા ઝંખીએ છીએ! 

એ કોઈક હશે જેને કાળ ચોઘડિયામાં લખી નાખ્યું કે એક લડકા ઔર એક લડકી કભી દોસ્ત નહીં હો સકતે... - કેટલું સંકુચિત અને હવસ ભરેલું, ફુહડ વાક્ય છે - જેણે એક આખી પેઢીમાં એવું ઘુસાડી દીધું કે મિત્રતામાં પામી લેવાની તાલાવેલી વાળો પ્રેમ જ હોય છે. પણ ખરેખર એવું નથી હોતું, ક્યારેક કોઈક વિસામો લેવા પણ રોકાઈ જતું હોય છે ત્યારે એ ક્ષણો એકમેકની શીતળતા બની જતું હોય છે. 

દરેક એવું ભાગ્યશાળી નથી હોતું કે જબ વી મૅટ ફિલ્મની ગીત અને આદિત્યની જેમ એકમેકને મળી જાય! પણ જો જીવનમાં આવું કોઈ મળી જાય તો એ એક એક ક્ષણ સાચે જ સાચવવા જેવી બની જતી હોય છે. એ વાતો પછી સંગીત બની જતું હોય છે ને સાથે શેર કરેલી પસંદ નાપસંદ એક મેકની પસંદ બની જતી હોય છે. 

મિત્રતાના આ પુખ્ત સંબંધમાં હોય છે એકમેકની કેર રાખવાની ખેવના, સબ સલામત છે કે નઈ એ જાણી લેવાની તમન્ના, એકમેકને કામ પડે ત્યારે ફક્ત એ બે ને જ ખબર પડે એમ કામ લાગી જવું, ખબર હોય કે એકમેકની સમસ્યાને બે માંથી એકેય સોલ્વ કરી શકે એમ નથી છતાં ખૂબ સિદ્દત્તથી એને સાંભળી અને હૈયાધારણા આપવી, ને આ રીતે એકમેકના થઈને રહેવું દુનિયામાં આનાથી બીજો દિવ્ય સંબંધ કોઈ નથી અને આખરે જગતનો દરેક પુરુષ અને સ્ત્રી આ જ ઈચ્છે છે એટલે પેલા લોકોના ફોટો કે વીડિયોની આડમાં આપણે સમાજના વલણને વિકસાવવા લાગીએ કે જો આમ પણ જીવાય. આજનો ટીનએજ એ જ ઈચ્છે છે કે આવું વાતાવરણ રચવા માટે સમાજનો વૈચારિક વિસ્તાર થાય. 

છેલ્લે ભરત વિંઝુડા સાહેબની એક ગઝલ મૂકીશ જે આપણી આ વાતને કાવ્યાત્મક રીતે થોડી ઉઘાડી આપે છે... 

આપણે પાસે અને અળગાય દેખાતા નથી,

જે જુએ છે એમને સંબંધ સમજાતા નથી.

લાગણીઓ, ભાવ, ઉષ્મા, પ્રેમ ને સંવેદનો,

ક્યાંય વેચાતાં નથી, એથી ખરીદાતાં નથી.

એમણે આંખોમાં આંસુ આવવા દીધાં નહીં,

એમ કહીને કે કદી દરિયાઓ છલકાતા નથી.

શબ્દના કંઈ અર્થ, એમ જ અર્થ વર્તનનાય છે,

હોય છે સામે અને બે હાથ જોડાતા નથી..

ભીતરે પહાડો ને ખીણો છે ને ત્યાં પડઘાય છે,

હોઠ પર આવી અને કંઈ શબ્દ પડઘાતા નથી.

– ભરત વિંઝુડા

હા, તો બસ એ જ કે જીવન બહુ સંકુલ છે, સમય બહુ ઓછો છે ને મૃત્યુ એક ઝટકે  તલવાર વીંઝે એ પહેલાં તરબતર થઈ જવાનું કે ગમતાં સાથે ફરી ફરીને સંભારણાની ક્ષણોને રચતી રહેવાની. 

  • આનંદ ઠાકર

 

અમારી સાથે જોડાવા માટે....

 

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

 

Whatsapp Community Link... 

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

 

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

 

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ



SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow