મહારાષ્ટ્રીયન દત્તાત્રેય બાલકૃષ્ણ રાજધ્યક્ષી  કઈ રીતે  બન્યા "સવાઈ ગુજરાતી" 

Kakasaheb kalelakar savai gujarati maharashtr marathi gujarati 

Aug 5, 2025 - 17:39
 0  11
મહારાષ્ટ્રીયન દત્તાત્રેય બાલકૃષ્ણ રાજધ્યક્ષી  કઈ રીતે  બન્યા "સવાઈ ગુજરાતી" 

Kakasaheb kalelakar savai gujarati maharashtr marathi gujarati 

 

મહારાષ્ટ્રીયન દત્તાત્રેય બાલકૃષ્ણ રાજધ્યક્ષી  કઈ રીતે  બન્યા "સવાઈ ગુજરાતી" 

 

સંકલન અને આલેખન -  જય પંડ્યા

Kakasaheb kalelakar savai gujarati maharashtra

Kakasaheb kalelakar savai gujarati maharashtra

જાણો ગુજરાતી સાહિત્યના વિખ્યાત સાહિત્યકાર વિશે જેમણે ગુજરાતી ભાષા સાહિત્યને નવી જ ઓળખ અને દિશા આપ્યાં આવો જાણીએ સવાઈ ગુજરાતી વિશે.

 

કાકા સાહેબ કાલેલકર 

 

નામ - દત્તાત્રેય બાલકૃષ્ણ રાજધ્યક્ષી

 

ઉપનામ - કાકા સાહેબ, સવાઈ ગુજરાતી , આજીવન પ્રવાસી

 

જન્મ તારીખ - 1 ડિસેમ્બર 1885

 

જન્મ સ્થળ - સતારા,  મહારાષ્ટ્ર

 

માતૃભૂમિ - કલેલી, સાવંતવાડી, મહારાષ્ટ્ર

 

વ્યવસાય - લેખક, પત્રકાર, સમાજ સુધારક, સાહિત્યકાર

 

માતૃભાષા - મરાઠી

 

રાજધ્યક્ષી, કાલેલકર કઈ રીતે બન્યા? 

 

તેઓના પિતાની અટક રાજધ્યક્ષી હતી. તેઓ મહારાષ્ટ્રના કલેલી ગામના નિવાસી હોવાથી તેમને કાલેલકર તરીકે ઓળખવામાં આવે છે.

 

શિક્ષણ...

 

તેમણે શરૂઆતમાં પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ પૂર્ણ કર્યું હતું.

 

વર્ષ 1903 માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી.

 

વર્ષ 1907માં ફર્ગ્યુશન કોલેજ પુણેમાંથી  તેમણે દર્શનશાસ્ત્રમાં બી.એ. કર્યું હતું.

 

 વર્ષ 1907 માં એલ.એલ.બી.  ના એક વર્ષની પરીક્ષા આપી. વર્ષ 1908 માં ગણેશ વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો.

 

 જીવન... 

 

 તેમણે "રાષ્ટ્રમત" નામના મરાઠી સામાયિકમાં લખવાનું શરૂ કર્યું. વર્ષ 1910 માં ગંગાનાથ વિદ્યાલયમાં શિક્ષક તરીકે પોતાના વ્યવસાયની શરૂઆત કરી.

 

 વર્ષ 1912માં અંગ્રેજોએ આ સ્કૂલ બંધ કરાવી દીધી. ત્યારબાદ તેમણે પગપાળા હિમાલયનો પ્રવાસ કરવાનો નિશ્ચય કર્યો. ત્યારબાદ 1913 માં તેમણે બર્મા એટલે કે મ્યાનમારનો પ્રવાસ કર્યો.  જ્યાં તેઓ આચાર્ય કૃપલાણીને મળ્યા હતા.

 

બાપુ સાથે મુલાકાત...

 

 બર્માની યાત્રા પૂર્ણ કર્યા બાદ, વર્ષ 1915 માં તેમની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઈ.  તેઓ ગાંધીજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થયા અને તેઓ સાબરમતી આશ્રમના સદસ્ય બન્યા. ત્યારબાદ તેમણે આશ્રમ દ્વારા ચાલવામાં આવતી શાળામાં પણ અભ્યાસ કરાવ્યો. તેમણે થોડા સમય માટે સર્વોદયના સંપાદક તરીકે પણ કાર્ય કર્યું હતું, ગાંધીજીએ તેમને ઘણા પ્રોત્સાહિત કર્યા હતા. કાકા સાહેબે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં પણ મહત્વનો ફાળો આપ્યો છે.

 

 વર્ષ 1928 માં કાકાસાહેબ કાલેલકર ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિયુક્ત થયા હતા. ગાંધીજી દ્વારા ચલાવવામાં આવતા રાષ્ટ્રવાદી આંદોલનોમાં પણ તેઓ નિષ્ઠાપૂર્વક ભાગ લેતા હતા. આ કારણે તેમણે ઘણી વખત જેલ યાત્રા કરવી પડી હતી. વર્ષ 1939 માં તેમણે ગુજરાત વિદ્યાપીઠ માંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી.

 

કાકા સાહેબ કાલેલકરના મહત્વપૂર્ણ કાર્યો...

 

વર્ષ 1935 માં કાકા સાહેબ કાલેલકર રાષ્ટ્રભાષા સમિતિના સદસ્ય બન્યા. જેનો મુખ્ય ઉદ્દેશ હિન્દીને ભારતની રાષ્ટ્રભાષા બનાવવાનો હતો.

 

વર્ષ 1948 માં ગાંધીજીના મૃત્યુ બાદ ગાંધી સ્મારક નિધિ સાથે તેઓ મૃત્યુ પર્યંત રહ્યા.

 

વર્ષ 1952 થી 1964 સુધી કાકા સાહેબ કાલેલકરને રાજ્યસભાના સદસ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

 

વર્ષ 1959માં કાકા સાહેબ કાલેલકર ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ બન્યા હતા.

 

વર્ષ 1967 માં તેમણે એક વેદશાળા ગાંધી વિદ્યાપીઠની સ્થાપના કરી તથા તેના ઉપાધ્યક્ષ બન્યા.

 

કાકા સાહેબની માતૃભાષા મરાઠી હોવા છતાં તેઓ ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. તેથી ગાંધીજી દ્વારા તેમને "સવાઈ ગુજરાતી"  એવું ઉપનામ આપવામાં આવ્યું હતું.

 

કાકા સાહેબ કાલેલકર આયોગ....

 

29 જાન્યુઆરી 1953 ના રોજ ભારતીય સંવિધાનની કલમ 340 ના પાલન મુજબ પછાત વર્ગ માટે ના એક આયોગની મીટીંગ રાખવામાં આવી હતી. રાષ્ટ્રપતિના કહેવા મુજબ તેની અધ્યક્ષતા કાકા સાહેબ દ્વારા કરવામાં આવી હતી. તેથી આ આયોગ નું નામ કાકા સાહેબ કાલેલકર આયોગ છે.

 

કાકાસાહેબ કાલેલકરનું સાહિત્ય...

 

હિન્દી 

 

- महात्मा गाँधी का स्वदेशी धर्म एवं राष्ट्रीय शिक्षा का आदर्श

 

અંગ્રેજી

 

- quint sense of Gandhian thoughts

- profiles in inspiration

- stray glimpses of bapu

 

મરાઠી

 

- स्मरण यात्रा

- उत्तरे कादिल भींती

- हिंडौलग्याचा प्रसाद

- लोक -माता

 

ગુજરાતી

 

- હિમાલયનો પ્રવાસ

- જીવન વ્યવસ્થા

- પૂર્વ આફ્રિકામાં જીવવાનો આનંદ

- જીવતા તહેવારો

- મારા સંસ્મરણો

- ઓતરાતી દીવાલો

- બ્રહ્મ દેશોનો પ્રવાસ

- રખડવાનો આનંદ

 

અન્ય

 

- આત્મ ચરિત્ર

- ચરિત્ર દર્શન

- ગીતા દર્શન

- ધર્મ

- સાહિત્ય

- ડાયરી

- પત્ર

 

સન્માન

 

- 1964 પદ્મવિભૂષણ

- 1965 જીવન વ્યવસ્થા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર

- 1971 સાહિત્ય અકાદમી ફેલોશીપ

- વર્ષ 1985 માં તેમના સ્મરણમાં ટપાલ વિભાગ દ્વારા ટિકિટો બહાર પાડવામાં આવી હતી.

 

અવસાન -

 

21 ઓગસ્ટ 1981 ના રોજ 96 વર્ષની વયેસંનિધિ આશ્રમ દિલ્હી ખાતે તેમનું અવસાન થયું હતું.

 

આમ કાકા સાહેબ કાલેલકર ગાંધીયુગના માતબર સાહિત્યકાર હતા. એમ કહેવુ  યથાર્થ જ ગણાય.

  સંકલન અને આલેખન જય પંડ્યા

 

Kakasaheb kalelakar savai gujarati maharashtra

 

#Kakasaheb #kalelakar #savai #gujarati #maharashtra

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow