અંધારી ગલીમાં સફેદ ટપકાં: પાંગળા જીવનને આકાશ

andhari galima safed tapaka himmanshi shelat gujarati sahity

Jul 28, 2024 - 15:44
Jul 28, 2024 - 15:57
 0  16
અંધારી ગલીમાં સફેદ ટપકાં: પાંગળા જીવનને આકાશ

andhari galima safed tapaka himmanshi shelat gujarati sahity


અંધારી ગલીમાં સફેદ ટપકાં: પાંગળા જીવનને આકાશ 



આલેખન - જય પંડ્યા


ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા પુસ્તકો લખાયા છે.  અને લોકપ્રિય પણ થયા છે. ઘણા પુસ્તકો અને ઘણા લેખકોની નોંધ તો વિશ્વ કક્ષાએ લેવામાં આવી છે.  ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાથી શરૂ કરી મેંઘાણી,  ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ,  સુરેશ દલાલ અને રાજેન્દ્ર શુક્લ સાહેબ છે. 

ઘણાં લેખિકાઓએ પણ ગુજરાતી સાહિત્યમાં સારુ એવુ ખેડાણ કર્યું છે. જેમાં વિનોદીની નીલકંઠ, ધીરુ બહેન પટેલ, ઈલા આરબ મહેતા, વર્ષા અડાલજા.

"હિમાંશી શેલત"

 

એવુ જ એક નામ એટલે  "હિમાંશી શેલત" તેમણે ગુજરાતી સાહિત્યમાં ઘણી રચનાઓ લખી છે. આજે આપણે તેમના દ્વારા જ લખવામાં આવેલ એક પુસ્તક " અંધારી ગલીમાં સફેદ ટપકાં " વિશે જાણીએ.

"અંધારી ગલીમાં સફેદ ટપકાં"


ગુજરાતી સાહિત્યમાં અનેક નારી કેન્દ્રી વાર્તા લખવામાં આવી છે. આવી જ એક વાર્તા "અંધારી ગલીમાં સફેદ ટપકાં"  છે.

અહીં નયિકા ઉત્તર ભારત અને નેપાળના પ્રવાસ માટે અને પોતાની બે સહેલીને મળવા માટે જાય છે.  ત્યાં તે આસપાસની ગલીઓ અને વાતાવરણ  જુએ છે.  વાર્તામાં નાયીકાના કોઈ નામ સ્પષ્ટ ઉલ્લેખ નથી પરંતુ તેની તેની બે સહેલીઓ 'પાર્વતી ' અને 'સુલક્ષણા'  પર પૂરતો પ્રકાશ પાડવામાં આવ્યો છે.

નયિકા વાંકીચૂકી અને ગંદી ગલીઓમાંથી જેમ તેમ પસાર થાય છે. તે આ ગલીઓનું   વાતાવરણ જુએ છે. આ ગલીઓનું તાદ્રશ્ય વર્ણન નયિકાએ પોતાની ભાષામાં કરેલું છે.

નયિકા પોતાની સહેલીઓને મળવા માટે નીકળે છે પરંતુ તે આ અંધારી ગલિઓમાં ફસાઈ જાય છે.  તેને ગોવર્ધન ધામ, ચિત્રકૂટ, તેમજ શ્યામ વિહાર ધામ મળે છે પણ કલ્યાણ ધામ મળતું નથી. તે ગલીઓ માંથી બહાર આવે છે એટલે એક ઘર તેને દેખાય છે. તે ઘરમાં  પ્રવેશ કરે છે. ઘરમાં રહેલી મહિલા તેને ચપ્પલ બહાર ઉતારવાનું સૂચન કરે છે. નયિકા ઘરમાં પ્રવેશીને એક દ્રશ્ય જુએ છે.

બે કાગડા દીવાની બળી ગયેલી વાટ સામ સામે ખેંચવાનો પ્રયાસ કરે છે. જમણી તરફ ભજનની તૈયારી થઈ રહી હતી. તે મુશ્કેલીમાં મુકાય જાય છે કે પોતાની બે સહેલીઓ  સુલક્ષણા અને પાર્વતી વિશે કોને પૂછવું? નાયીકાને તરસ લાગતા તે રસોડામાં પ્રવેશ કરે છે. ત્યાં સફેદ સાડી પહેરેલી મહિલાઓ રસોઈ બનાવી રહી હતી.

રસોઈ બનાવતી મહિલાઓના ટોળામાં નાયિકા પોતાની બે સહેલીઓને જુએ છે. તેમની સુકાઈ ગયેલી આંખો અને મો જોતા તેમની દિનચર્યા વિશે પ્રશ્ન પૂછે છે. જવાબમાં સહેલીઓ જણાવે છે કે ભજન કીર્તન અને વારા મુજબ રસોઈ અને અન્ય કામ કરી દિવસ પસાર કરીએ છીએ. તે રસોડાની બારીમાંથી કેટલીક સ્ત્રીઓને નદી તરફ સ્નાન કરવા જતી જુએ છે.

સ્ત્રીઓના આવા પાંગળા  જીવનને આકાશ અને તેમના સફેદ વસ્ત્રોનો સફેદ ટપકા તરીકે ઉલ્લેખ વાર્તામાં કર્યો છે.

નયિકા બહાર નીકળી આગળ જઈને એક દ્રશ્ય જુએ છે. જેમાં કેટલીક સ્ત્રીઓ ઠંડીમાં બહાર થીજી રહી હોય છે. એ થોડી આગળ ચાલે છે અને જુએ છે એક સ્ત્રી સફેદ સાડીમાં બેઠી હોય છે તેણે મુંડન કરાવેલું છે. તે પાસે જઈ અને પ્રશ્ન પૂછવાનો વિચાર કરે છે પરંતુ તેને મનોમન ડર લાગતા તે પ્રશ્ન પૂછી નથી શક્તિ. 

નાયિકાએ તેમને પ્લાસ્ટરની મૂર્તિઓ કહી છે.  જે જીવીત તો છે પરંતુ તેમનામાં ચેતનનો અભાવ છે. ત્યાંથી આગળ જુએ છે કે સાવિત્રી યમરાજા પાસેથી પોતાના પ્રાણનાથના પ્રાણ બચાવી લે છે. તેના બધી જ જગ્યાએ સફેદ રંગ જ દેખાય છે.

પરંતુ આગળ એક પીળા વસ્ત્ર વાળો માણસ પોતાની તરફ આવતા નાયિકા જુએ છે. તે પીળા વસ્ત્ર વાળો માણસ નયિકાના કપાળમાં પીળું ચંદન લગાવી દે છે. નયિકા પોતાનો ચહેરો અરીસામાં જુએ છે. તેને પોતાના કપાળનું તિલક ઝાંખું લાગે છે. અહીં આ વાર્તા પૂરી થઈ છે.

આ વાર્તામાં વિધવાઓનું જીવન કેવું હોય છે તેનું આલેખન લેખિકા દ્વારા ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં આલેખવામાં આવ્યું છે.
સંપૂર્ણ વાર્તાનું વાંચન કર્યા બાદ
"અંધારી ગલીમાં સફેદ ટપકાં" આ શીર્ષક યથાર્થ છે. એવું સ્પષ્ટ રીતે કહી શકાય છે.


આમ આ એપિસોડમાં આપણે લેખિકા 'હિમાંશી શેલત' કૃત "અંધારી ગલીમાં સફેદ ટપકા" દ્વારા વિધવાઓના જીવન વિશે જાણ્યું. મળશું હવે પછીના નવા વિષય સાથે.


નોંધ : લેખિકા હિમાંશી શેલત ગુજરાતી સાહિત્યના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ અને વિનોદ મેઘાણીના પત્ની છે.

અગાઉ સહજ સાહિત્ય ટીમ દ્વારા ' મારો અસબાબ' (જનક ત્રિવેદી ) અને 'કંકુ' ( પન્નાલાલ પટેલ )વિશે લખવામાં આવ્યું છે. જેની લિંક આપ સૌને અમારી ચેનલ પરથી મળી રહશે...


                                આલેખન - જય પંડ્યા

આ પણ વાંચો...  

મારો અસબાબઃ ભાષાનો અને જિંદગીનો એક અલગ રૂઆબ

કંકુ : જિંદગી સામે ઝઝૂમતી નારીની દમામદાર વાતો...


અમારી સાથે જોડાવા માટે.... ????????????

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow