Ohhh! શહેરમાં બધા ગેંડા બની રહ્યા છે, એક માણસ એકલો રહી ગયો છે!!!

બેરાંજે સંપૂર્ણપણે એકલો પડી ગયો છે. તેના બધા મિત્રો, સહકર્મચારીઓ અને તેની પ્રિયતમા ડેઝી પણ ગેંડામાં પરિવર્તિત થઈ ગયાં છે. હવે આખા શહેરમાં માણસો કરતાં ગેંડાઓનું જ વર્ચસ્વ છે.

Nov 18, 2026 - 00:00
Nov 18, 2026 - 22:25
 0  27
Ohhh! શહેરમાં બધા ગેંડા બની રહ્યા છે, એક માણસ એકલો રહી ગયો છે!!!
Rhinoceros gujarati story manavta satta svatantrata astitva

શહેરમાં બધા ગેંડા બની રહ્યા છે, એક માણસ એકલો રહી ગયો છે...

∆ આયોનેસ્કોનું Rhinoceros એટલે ગુજરાતીમાં 'ગેંડો' - 1959માં લખાયેલું વિચિત્ર, રહસ્યમય અને વિચારપ્રેરક નાટક. ગુજરાતી અનુવાદ 'રાઇનોસોરસ' નામે શિરીષ પંચાલ સાહેબે કર્યો છે.

∆ એક નાનકડા શહેરમાં રવિવારનો દિવસ છે. શહેરના એક કાફેમાં બેરાંજે અને તેનો મિત્ર જીન બેઠા છે. બંને વાતો કરી રહ્યા છે. ત્યાં અચાનક એક ગેંડો રસ્તા પરથી દોડતો પસાર થાય છે. તેના પગલાંના અવાજથી લોકોમાં અફરાતફરી મચી જાય છે. સૌને આશ્ચર્ય થાય છે કે શહેરમાં ગેંડો ક્યાંથી આવ્યો!

∆ શરૂઆતમાં લોકો આ ઘટનાને સામાન્ય મજાક કે ભ્રમ સમજીને અવગણે છે. પરંતુ થોડા સમય પછી ફરી ગેંડો દેખાય છે. હવે શહેરમાં ગેંડાઓની સંખ્યા વધવા લાગે છે. આશ્ચર્યની વાત એ છે કે ધીમે ધીમે શહેરના માણસો જ ગેંડામાં પરિવર્તિત થવા લાગે છે.

∆ બેરાંજેનો મિત્ર જીન પણ આ પરિવર્તનનો ભોગ બને છે. શરૂઆતમાં જીન ગેંડા બનવાની ઘટનાનો વિરોધ કરે છે, પરંતુ થોડા જ સમયમાં તેનું શરીર બદલાવા લાગે છે અને તે ગેંડો બની જાય છે. બેરાંજે પોતાના મિત્રને આ હાલતમાં જોઈને અત્યંત દુઃખી થાય છે.

∆ શહેરના અન્ય લોકો પણ ગેંડાઓ બનવા લાગે છે. કેટલાક લોકો આ પરિવર્તનને કુદરતી અને સ્વાભાવિક ગણાવવા લાગે છે. ધીમે ધીમે આખું શહેર ગેંડાઓના અવાજોથી ગુંજી ઊઠે છે.

∆ બેરાંજેની સહકર્મચારી અને પ્રિયતમા ડેઝી પણ અંતે ગેંડાઓના ટોળા તરફ આકર્ષાઈને તેને છોડીને જતી રહે છે.

∆ બેરાંજે સંપૂર્ણપણે એકલો પડી ગયો છે. તેના બધા મિત્રો, સહકર્મચારીઓ અને તેની પ્રિયતમા ડેઝી પણ ગેંડામાં પરિવર્તિત થઈ ગયાં છે. હવે આખા શહેરમાં માણસો કરતાં ગેંડાઓનું જ વર્ચસ્વ છે.

∆ બેરાંજે પોતાની જાતને અરીસામાં જુએ છે. તેને લાગે છે કે કદાચ તે પણ ગેંડા જેવો દેખાઈ શકે છે. તે ગેંડા બનવાની ઈચ્છા અને પોતાની માનવતા જાળવી રાખવાના સંઘર્ષ વચ્ચે મૂંઝાય છે. તેને ગેંડાઓની શક્તિ અને એકતા જોઈને પોતાના માનવીય અસ્તિત્વ વિશે શંકા થવા લાગે છે.

∆ પરંતુ થોડી જ વારમાં તેની અંદરનો માનવી જાગૃત થાય છે. તે સમજે છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પોતાની માનવતા ગુમાવવી યોગ્ય નથી.

∆ અંતે બેરાંજે ગેંડાઓના ટોળા સામે મક્કમતાથી ઊભો રહે છે અને ગેંડામાં પરિવર્તિત થવાનો ઇનકાર કરે છે.

“I’m not capitulating! I’m not capitulating!”

અર્થાત્, "હું શરણાગતિ સ્વીકારીશ નહીં! હું હાર માનીશ નહીં!"

***

∆~ રોમાનિયામાં જન્મેલા અને ફ્રેન્ચમાં રહેલા ને ફ્રેન્ચ ભાષામાં જ સાહિત્ય લખનારા યુજીન આયોનેસ્કોનું ( Eugene Ionesco ) આ 'રાઇનોસરસ'  Rhinoceros એટલે  ગુજરાતીમાં 'ગેંડો' એક વિચિત્ર, રહસ્યમય અને વિચારપ્રેરક નાટક છે. આ નાટક 1959 માં લખાયેલું રસપ્રદ નાટક છે. 

∆~ આ નાટકનો ગુજરાતી અનુવાદ 'રાઇનોસોરસ' નામે શિરીષ પંચાલ સાહેબે કર્યો છે. 

∆~ સાહિત્ય આ છે, આમાં ચમત્કૃતિ જુદી છે અને વ્યંજનાર્થ અથવા તો કહો કે વ્યંગ જુદો છે: 

ગેંડો એટલે જાડી ચામડીનો જીવ. અહીં વાત એ જ છે કે આપણે સૌ સંવેદના બાબતે, સામાજિક નિસ્બત બાબતે, સત્તા  અને અધિકારો બાબતે, ફરજ અને હક્ક બાબતે, સંવેદના અને સ્વતંત્રતા બાબતે ગેંડા જેવા થતાં જઈએ છીએ. રોજિંદી જિંદગીની પરત આપણી ચામડીને તો ઠીક આપણા હૈયાની ચામડી પણ જાડી કરી નાખે છે.

∆~ નાટકનો અંત આપણને સમજાવે છે કે જ્યારે આખો સમાજ કોઈ ખોટી વિચારધારાને સ્વીકારી લે ત્યારે પણ વ્યક્તિએ પોતાની સ્વતંત્ર વિચારશક્તિ, નૈતિકતા અને માનવતા જાળવી રાખવી જોઈએ.

∆~ બેરાંજે ભલે એકલો રહી જાય છે, પરંતુ તે પોતાની માનવતા સામે સમાધાન કરતો નથી. પ્રતિકૂળતા અને વિસંવાદિતાના આ જગત વચ્ચે  જે પોતાને જન્મથી મળેલી માનવીયતાને સ્વીકારશે એ છેલ્લે ટકી રહેશે. 

∆ હવે મારો પ્રશ્ન: આજે આપણે કઈ બાબતે સૌથી જાડી ચામડીના થયા છીએ?

એક વાક્યમાં લખજો.

- આનંદ ઠાકર




#Rhinoceros #EugeneIonesco #GujaratiSahitya #GujaratiVarta #BookLovers #SahityaPremi #KitaboWalaGhar #Manavta

#SahajSahity

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow