Movie ધૂમધામ અને પતિ પત્ની ઔર વો દો: મનોરંજનમાં છુપાયેલો કટાક્ષ

ધૂમધામ અને પતિ પત્ની ઔર વો દો ફિલ્મની રસપ્રદ સમીક્ષા. પ્રતીક ગાંધી, યામી ગૌતમ, આયુષ્માન ખુરાના અને રકુલ પ્રીતના અભિનય સાથે ફિલ્મોમાં છુપાયેલા સામાજિક કટાક્ષ, વિનોદ અને માનવીય સ્વભાવની વાત.

Oct 22, 2026 - 20:27
 0  22
Movie ધૂમધામ અને પતિ પત્ની ઔર વો દો: મનોરંજનમાં છુપાયેલો કટાક્ષ
Film review dhoomdham and pati patni aur woh do

ધૂમધામ અને પતિ પત્ની ઔર વો દો ફિલ્મની રસપ્રદ સમીક્ષા. પ્રતીક ગાંધી, યામી ગૌતમ, આયુષ્માન ખુરાના અને રકુલ પ્રીતના અભિનય સાથે ફિલ્મોમાં છુપાયેલા સામાજિક કટાક્ષ, વિનોદ અને માનવીય સ્વભાવની વાત.

gujarati-film-review-dhoomdhaam-pati-patni-aur-woh-do

હમણાં એવી બે ફિલ્મ જોવાની મજા આવી જેનો ઉદ્દેશ કેવળ બસ જોવા માટે ને વાર્તાની જેમ માણવા માટે છે. 

૧. ધૂમધામ

૨. પતિ, પત્ની ઔર વો દો

તમને થશે કે આવા ફિલ્મમાં મજા આવી?!!

 

ફિલ્મ ત્રણ પ્રકારના હોય અને આ પ્રકાર માણસે માણસે બદલે...

એક જબરજસ્ત

બીજા મસ્ત

ત્રીજા સસ્ત

ત્રીજા પ્રકારના ફિલ્મમાં કહાનીમાં કોઈ વિત્ત ન હોય. બંદૂકો હોય ને લોહીની રંગોળી હોય. 

બીજા પ્રકારની ફિલ્મ મનોરંજન સાથે એક સામાજિક કે માનસિક કટાક્ષ મૂકીને જાય છે. જેમાં જો સમજાય તો મજા આવે. આ ઉપર લખેલી બે ફિલ્મો આ પ્રકારમાં આવે .  

ત્રીજા પ્રકારની ફિલ્મ ફિલ્મી હોય, ચમત્કૃતિ હોય, સંગીત, એક્શન હોય, ડ્રામા હોય ટૂંકમાં ફુલ પેકેજ હોય. 

મારે જે આજની બે ફિલ્મ વિશે વાત કરવી છે એ આવી કંઈક છે... 

૧. ધૂમધામ 

આપણો ગુજરાતી હીરો પ્રતીક ગાંધી આ હિન્દી ફિલ્મમાં હીરો છે. યામી ગૌતમ હિરોઈન છે. બોલિવૂડમાં ફિલ્મી અભિનેત્રીમાં જેનામાં શબ્દોને સમજીને અભિનય કરવાની કળા હોય એવી વિદ્યા બાલન પછી કોઈ ખરેખરી અભિનેત્રી કહી શકાય તો એ યામી છે. પ્રતીક અને યામી જેવા બે ચહેરાને કારણે મેં ફિલ્મ જોવાની શરૂ કરી અને જે મજા આવી, જાણે એક મંજેલો વાર્તાકાર વાર્તા કરે છે. પરણ્યાની પહેલી રાતે એક બીજાને સમજવા કરતા જીવ સટોસટનો ખેલ કરનારા નાયક નાયિકા એકબીજાને સાચી રીતે ઓળખે છે. પ્રતીકનું પાત્ર પુરુષને વીર બનાવવા કરતા માનવીય ખૂબીને ખામી સામે લાવે છે જ્યારે યામિનું પાત્ર સ્ત્રીને જરૂરી શક્તિનું ખરા સમયે સમાયોજન કઈ રીતે થાય એ આપણી સામે મૂકી આપે છે. 

હાસ્ય નહીં પણ વિનોદ સાથે ( હાસ્યના કેટલાંક પ્રકાર છે ) એક પછી એક ઘટના એક નાની પેનડ્રાઈવ માટે જે દોડાદોડી અને ઉછળકૂદમાં જે છે એમાં જો તમે પણ ઉછળવા માંડો તો ફિલ્મ સામાન્ય બની જાય પણ એમાં જે નાની નાની જગ્યાએ કટાક્ષ કે વિનોદ છે ક્યારેક સમાજ કે માનવીય ગુણોનું સત્ય છે એ એ રીતે આપણી સામે મુકાય છે કે આપણે થોડીવાર જાગૃત્ત કરી દે. સ્ત્રી અને પુરુષ, પતિ અને પત્ની બને ત્યારના નાનાં નાના સત્યો પણ જબરા મૂક્યા છે. 

ધુરંધરના લેખક જ્યારે આવી ફિલ્મ બનાવે અને જેમણે આદિત્ય ધરની પહેલેથી બધી ફિલ્મ જોઈ હશે એમને ખ્યાલ આવશે કે આવું લેખન આદિત્ય જ કરી શકે. પાછું, આ ફિલ્મનું ડિરેક્શન રિષભ શેઠે કર્યું છે. 

આ ફિલ્મ વિશે જાજી વાત કરું એના કરતા Netflix પર જોઈ જ લેવામાં વધારે મજા છે. 

આદિત્ય ધરની વાત નીકળી તો બીજા ફિલ્મ પર જતા પહેલા એક આડ વાત કહી દઉં કે જેમણે હિન્દીમાં હરિશંકર પરસાઈ, શરદ જોશી, ગુજરાતીમાં જ્યોતિન્દ્ર દવે, મહેન્દ્રસિંહજી પરમાર વાંચ્યા છે એમને સમજાશે કે આદિત્ય ધરનું લેખન શું છે. કદાચ અહીં હું વિશ્વ સાહિત્ય માંથી બહુ મોટા નામો જેમ કે મિલન કુંડેરા અને ઓરહાન પામુકના નામ મૂકી શકું પણ પહેલા આપણા લેખકથી સમજો કે વાર્તા શું છે? આદિત્ય ધર ભલે શ્રેષ્ઠ ડિરેક્ટર હોય પણ એની ફિલ્મો જોઈને હું એટલું તો કહીશ જ કે તે શ્રેષ્ઠ લેખક છે. વાર્તા કેમ રજૂ કરવી એ શીખવા માટે ધુરંધર પહેલની આદિત્યની ફિલ્મ જુઓ મજા પડશે. 

ખૈર ચાલો, બીજા ફિલ્મ વિશે...

૨. પતિ, પત્ની ઔર વો દો 

આ ફિલ્મનું નામ અને વાર્તા થોડી વિત્ત વગરનું છે પણ વાર્તાની ટ્રિટમેન્ટ જે રીતે કરી છે એ માટે માણવા જેવું છે. નાની નાની વાતોમાં સામાજિક અને માનવીય સહજ ગુણો પર જે વિનોદ છે જે કટાક્ષ છે એ જબરા છે. આ ફિલ્મ પણ netflix પર ઉપલબ્ધ છે. 

આયુષ્માન ખુરાના, વામિકા, રકુલ અને સારા આ ફિલ્મી કાસ્ટ છે પણ સારા સિવાય કોઈક વિચાર્યું હોત તો હજુ વધુ સારું પરિણામ આવત. આયુષ્માન અભિનેતા છે પણ લાઉડ વધારે છે એની અભિનયકલા દેખાય આવે એવી હોય છે. વામિકા ગબ્બી અને રકુલ પ્રીત આ બંનેની એક્ટિંગ સહજ લાગે. રકુલ પ્રીતની અભિનય ક્ષમતાનો ઉપયોગ હજુ બોલિવૂડ વાળાઓએ બરોબર કર્યો નથી એ હીરોઈન નથી અભિનેત્રી છે. વિજય રાઝ અને તિગ્માંશુ ધૂળિયાએ રંગ રાખ્યો છે. 

આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર મુદ્દસર અઝીઝ છે. એમની એક ફિલ્મ ખેલ ખેલ મેં ખૂબ સરસ છે. ખેલ ખેલ મેં ફિલ્મનો મેસેજ પણ મોર્ડન યુગ માટે ખૂબ સરસ છે. સારી કૃતિઓ બની છે. 

ફોરેસ્ટર તરીકે આયુષ્માનનો ઉપયોગ સરસ રીતે કર્યો છે તો વળી કેહ દો કી તુમ હો મેરી બરના... સોંગનું જેક સારી રીતે વાર્તામાં આવ્યું છે. આ નવા લેખકો જૂના ગીતોને સરસ રીતે મેટાફર આપવા ઉપયોગ કરે છે. 

આ બંને ફિલ્મો માત્ર મનોરંજન છે. પણ એની વાર્તાની ટ્રીટમેન્ટ બૉલીવુડ છાપ નથી એટલે જોવાલાયક બની છે. 

*****

ધૂમધામ, પતિ પત્ની ઔર વો, પ્રતીક ગાંધી, યામી ગૌતમ, આયુષ્માન ખુરાના, રકુલ પ્રીત, આદિત્ય ધર, મુદ્દસર અઝીઝ, ગુજરાતી ફિલ્મ રિવ્યૂ.

#film #movie #dhoomdham #patipatniaurwohdo #ayushmankhurana #rakulpritsingh #sraaalikhan #wamikagabbi #pratikgandhi #yamigautam #aadityadhar #hindimovie #hindifilm 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow