સોશિયલ મીડિયા, રાજનીતિ અને માનસિક રણનીતિ
Social media exploits psychological reactions, amplifies emotional content, fuels polarization, and can strategically shape political narratives, public opinion, and collective behavior.
social-media-politics-and-psychological-strategy
સોશિયલ મીડિયા, રાજનીતિ અને માનસિક રણનીતિ
રાજનીતિમાં શબ્દો માત્ર સંદેશ વ્યક્ત કરતા નથી; ઘણી વખત તેઓ માનસિક પ્રતિક્રિયાઓ પણ જન્માવે છે. ખાસ કરીને સોશિયલ મીડિયાના યુગમાં કોઈ ઉશ્કેરણીજનક, વિવાદાસ્પદ કે સંદિગ્ધ શબ્દપ્રયોગ સામે કોણ કેવી પ્રતિક્રિયા આપે છે, તે પોતે જ એક રાજકીય સંદેશ બની જાય છે.
અહીં સવાલ માત્ર એટલો નથી કે કોણે શું કહ્યું. વધુ મહત્વનો સવાલ એ છે કે કોણે તરત પ્રતિક્રિયા આપી અને શા માટે આપી? માનસશાસ્ત્ર કહે છે કે માણસ પોતાની ઓળખ, માન્યતા અથવા જૂથ સાથે જોડાયેલી બાબતને પડકારતી કોઈ વાત સાંભળે ત્યારે તેની પ્રતિક્રિયા ઘણી વખત તર્ક કરતાં પહેલાં ભાવનાત્મક હોય છે. રાજકીય ધ્રુવીકરણમાં આ પ્રક્રિયા વધુ તીવ્ર બને છે. તાજેતરના સંશોધનો દર્શાવે છે કે રાજકીય રીતે અતિરેકી વિચારો ધરાવતા લોકો ઉગ્ર રાજકીય ભાષા સામે વધુ ભાવનાત્મક અને શારીરિક ઉત્તેજના અનુભવી શકે છે.
Social media exploits psychological reactions, amplifies emotional content, fuels polarization, and can strategically shape political narratives, public opinion, and collective behavior.
સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમિક માળખું પણ આ માનસિક પ્રક્રિયાને વેગ આપે છે. જે સામગ્રી પર લોકો વધુ ક્લિક કરે, ટિપ્પણી કરે કે પ્રતિક્રિયા આપે, તેને વધુ દૃશ્યતા મળવાની શક્યતા રહે છે. પરિણામે ગુસ્સો, વિરોધ અને આક્રોશ ઘણી વખત શાંત અને તર્કપૂર્ણ વિચાર કરતાં વધુ ઝડપથી ફેલાય છે. સંશોધન અને મનોવિજ્ઞાનના વિશ્લેષણો સૂચવે છે કે નકારાત્મકતા અને ‘આપણા-સામે-તેમના’ પ્રકારની ભાષા ઓનલાઈન ઝડપથી પ્રસરી શકે છે.
અટલે કોઈ શબ્દપ્રયોગનો સાચો પ્રભાવ ક્યારેક તેના અર્થમાં નહીં, પરંતુ તેના જવાબમાં ઊભી થતી સામૂહિક પ્રતિક્રિયામાં છુપાયેલો હોય છે. જો કોઈ શબ્દ આપણને તરત જ ગુસ્સે કરે, તો કદાચ આપણે તેની પાછળના રાજકીય સંદર્ભ કરતાં પોતાની માનસિક પ્રતિક્રિયાનો અભ્યાસ કરવો જોઈએ.
લોકશાહીમાં અસહમતિ જરૂરી છે; પરંતુ દરેક ઉશ્કેરણીનો જવાબ આપવો જરૂરી નથી. ક્યારેક સૌથી સમજદાર રાજકીય પ્રતિક્રિયા એ હોય છે—પ્રતિક્રિયા આપતા પહેલાં વિચારવું કે આપણે ખરેખર કોઈ મુદ્દાનો જવાબ આપી રહ્યા છીએ કે કોઈ રચાયેલી માનસિક રમતનો ભાગ બની રહ્યા છીએ.
આજથી એક વર્ષ પહેલાં સપ્ટેમ્બર ૨૦૨૫ માં ડૉ. Daantje de Bruin એ એક સંશોધક છે અને તેમને એમના યુનિવર્સિટીના જનરલમાં Personality and Social Psychology વિષયક લેખમાળામાં “Politically extreme individuals exhibit similar neural processing despite ideological differences,” - "રાજકીય રીતે આત્યંતિક વ્યક્તિઓ વૈચારિક તફાવતો હોવા છતાં સમાન ન્યુરલ પ્રોસેસિંગ દર્શાવે છે," નામનો લેખ લખ્યો છે. જેમાંથી આ આગળની બાબત સમજવા માટે અવતરણો મૂકું છું...
Social media exploits psychological reactions, amplifies emotional content, fuels polarization, and can strategically shape political narratives, public opinion, and collective behavior.
- અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન દ્વારા પ્રકાશિત સંશોધન મુજબ, રાજકીય રીતે આત્યંતિક વ્યક્તિઓના મગજ, પછી ભલે તે ડાબેરી હોય કે જમણેરી, આશ્ચર્યજનક રીતે સમાન રીતે રાજકીય માહિતીનો પ્રતિભાવ આપે છે અને પ્રક્રિયા કરે છે.
"આત્યંતિક ઉદારવાદીઓ અને આત્યંતિક રૂઢિચુસ્તો બંનેએ સમાન રાજકીય સામગ્રીનો ઉપયોગ કર્યો હતો, અને ભલે તેઓ ખૂબ જ અલગ માન્યતાઓ ધરાવતા હતા, તેમના મગજ માહિતીને ખૂબ જ સમાન રીતે પ્રક્રિયા કરતા દેખાયા હતા," બ્રાઉન યુનિવર્સિટીના જ્ઞાનાત્મક અને મનોવૈજ્ઞાનિક વિજ્ઞાનના પ્રોફેસર અને જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલોજીમાં પ્રકાશિત અભ્યાસના સહ-લેખક ઓરીએલ ફેલ્ડમેનહોલે જણાવ્યું હતું . "તેનાથી વિપરીત, મધ્યમ લોકોએ વધુ વૈવિધ્યસભર મગજ પ્રતિભાવો દર્શાવ્યા હતા, જે સૂચવે છે કે વિચારધારાથી ઉપર અને બહાર - રાજકીય માહિતીની પ્રક્રિયા કરવાની આ સહિયારી રીતને ચલાવે છે."
વધુ આત્યંતિક વિચારો ધરાવતા વ્યક્તિઓ રાજકીય સામગ્રીના સંપર્કમાં આવતાં શારીરિક રીતે પણ વધુ ઉત્તેજિત થયા હતા - ગેલ્વેનિક ત્વચા પ્રતિભાવ દ્વારા માપવામાં આવ્યા હતા. આ શારીરિક પ્રતિભાવો ન્યુરલ સિંક્રનાઇઝેશનને વધારે છે તેવું લાગે છે, જે આગળ સૂચવે છે કે લાગણી અને ઉત્તેજના લોકોને તેમની રાજકીય માન્યતાઓ સાથે જોડવામાં મદદ કરે છે.
"કોઈ વ્યક્તિ અત્યંત ઉદારવાદી હોય કે અત્યંત રૂઢિચુસ્ત, તેમનું મગજ રાજકીય ઉત્તેજના પ્રત્યે સમાન રીતે પ્રતિક્રિયા આપે છે," ડી બ્રુઇને કહ્યું. "આ સૂચવે છે કે તમે જે માનો છો તે ફક્ત એટલું જ નહીં, પરંતુ તમે તેના પર કેટલો દૃઢપણે વિશ્વાસ કરો છો અને તમે કેટલા ભાવનાત્મક રીતે પ્રતિક્રિયાશીલ છો તે રાજકીય વાસ્તવિકતા પ્રત્યેની તમારી ધારણાને આકાર આપે છે."
સંશોધકો ચેતવણી આપે છે કે આ અભ્યાસ, જેમાં યુએસ-આધારિત રાજકીય સામગ્રી અને સ્વ-અહેવાલિત વિચારધારાના માપદંડોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે વૈશ્વિક સ્તરે સામાન્યીકરણ ન પણ કરી શકે. ભવિષ્યના સંશોધનમાં રાજકીય વિચારધારા ઉપરાંત આંતર-સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ અને ઉગ્રવાદના અન્ય સ્વરૂપોનું અન્વેષણ કરવું જોઈએ, એમ તેઓએ જણાવ્યું હતું.
રેફરન્સ: American Psychological Association (2026), How to calm political violence, according to psychologists; American Psychological Association (2025), Political polar opposites may be more alike than they think; Winerman, L. (2017), 5 questions for Ravi Iyer, APA Monitor.
Social media exploits psychological reactions, amplifies emotional content, fuels polarization, and can strategically shape political narratives, public opinion, and collective behavior.
What's Your Reaction?