Gujarati Poem અડધુંપડધું
આ વખતે અલનીનોના કારણે ખેડૂતોની દશા અને સામાન્ય લોકોનું બેધ્યાનપણું તેના પર છે આ કવિતા!
Gujarati poem poetry farmer el nino effect
અડધુંપડધું... ????????????????
આજની સવાર:
ખુશનુમા હતી,
પણ શિયાળાની શરૂઆતમાં હોય એવી ગુલાબી નહીં,
એણે ખાટલો ઢળ્યો હતો લીંબુડીથી થોડેક છેટે
મેં ત્યાં બેઠક લીધી
ચા અને પછી
એક ઉદાસી પીધી અમે બંનેએ
એની દીકરી અંદરથી બોલી:
હું મહેંદી લેવા જાઉં છું.
દીકરો બોલ્યો:
પપ્પા, હું કપડાનું જોતો આવું, તાલુકે.
એની પત્ની કદાચ એવું જ બોલી હતી કે
( એના છોકરાને, બારણાની પછીતેથી )
તારા બાપાની દવા લેતો આવજે.
પણ એણે ચાનો છેલ્લો સબડકો લેતા
ફક્ત એટલું જ કહ્યું:
ભાઈ, ઓણ સાલ પાણીનું હૂ થાહે?
હું રિલ્સ જોવામાં વ્યસ્ત હતો:
( મને કાને અને આંખે આ બધું
અડધુંપડધું પડ્યું
તમને સંભળાય કે દેખાય છે કંઈ!? )
મેં કહ્યું મને પેટ ભારે લાગે છે, હું જાઉં,
લે આ ચોપડિયું તારા છોકરાવ વાંચશે,
લાંબું છે પણ વંચાય તો મારી જેમ
અડધુંપડધું વાંચજો!
- આનંદ ઠાકર
Gujarati poem poetry farmer el nino effect poem by anand thakar
What's Your Reaction?