સ્ટારશીપ લોન્ચિંગ: સાહિત્ય અને શિક્ષણ, ભારત અને અમેરિકા 

આ સંદર્ભે વાત કરી કે વિશ્વમાં જેમણે જેમને વિજ્ઞાન, જીગ્નાશા, તર્ક, વિચાર, સંવાદ, ઇનોવેશન પર ધ્યાન નથી આપ્યું તે દેશોનો જોઈએ એવો વિકાસ શક્ય બન્યો નથી. 

Nov 16, 2026 - 01:47
Nov 16, 2026 - 01:48
 0  2
સ્ટારશીપ લોન્ચિંગ: સાહિત્ય અને શિક્ષણ, ભારત અને અમેરિકા 
SpaceX starship launch america and India education and evolution

SpaceX starship launch america and India education and evolution

સ્ટારશીપ લોન્ચિંગ: સાહિત્ય અને શિક્ષણ, ભારત અને અમેરિકા 

SpaceX દ્વારા સ્ટારશીપ ફરી એના સ્ટેન્ડ પર પાર્ક થઈ ગયું અને મસ્ક ભાઈ દુનિયા આખીમાં મસ્ત છવાઈ ગયા. 

∆ 15 નવેમ્બર, 2026ના રોજ થયેલી SpaceXની Starship Flight 15ની સફળતા છે. લગભગ 22 કલાક અવકાશમાં રહી, પૃથ્વીની 14 પરિક્રમા કર્યા પછી Starship પાછું ટેક્સાસના Starbase ખાતે આવ્યું અને લોન્ચ ટાવરના બે વિશાળ યાંત્રિક હાથ (Mechazilla) વચ્ચે પકડાઈ ગયું. આ પગલું એક દિવસ દુનિયાને અવકાશયાત્રા , વિમાનયાત્રા જેટલી સરળ કરી દેશે એવું લાગી રહ્યું છે. 

∆ આ ઘટનાને વિજ્ઞાનની દૃષ્ટિએ ઘણી વાતો થઈ શકે પણ મારે એ કરવી નથી મારે તો આ ઘટનાને નિમિત્ત બનાવીને પ્રશ્ન કરવો છે કે ભારતમાં આટલો વૈજ્ઞાનિક અભિગમનો અભાવ કેમ? અને મને મળેલા કેટલાંક શૈક્ષણિક અને સાહિત્યિક જવાબો આપની સાથે શેર કરું છું,  વાંચજો અને આપને એમ લાગે કે તમે કંઈક વિશેષ કહેવા ધારો છો તો લખજો. 

∆ વિકાસ દિવ્યકીર્તિ સાહેબને ઘણા વખત પહેલા એક ઇન્ટરવ્યુમાં શિક્ષણ પદ્ધતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે શિક્ષણ માટે જરૂરી વાતાવરણની ચર્ચા કરી હતી અને એમાં એમણે કહેલું કે એલોન મસ્ક અમેરિકામાં જ પેદા થઈ શકે, આપણે ત્યાં નહીં. 

∆ અહીં સાહેબ ભારતને ઊતરતું કહેતા નથી પણ શિક્ષણમાં વાતાવરણ ખૂબ અસર કરે છે. રાજ સમાણી સાથેના ઇન્ટરવ્યુમાં એમણે ખૂબ સરસ આ સંદર્ભે વાત કરી કે વિશ્વમાં જેમણે જેમને વિજ્ઞાન, જીગ્નાશા, તર્ક, વિચાર, સંવાદ, ઇનોવેશન પર ધ્યાન નથી આપ્યું તે દેશોનો જોઈએ એવો વિકાસ શક્ય બન્યો નથી. 

∆ કેળવણી એ વિચારોની સમૃધ્ધિ માટે છે, વિચારોની સમૃધ્ધિ વિજ્ઞાન, જીગ્નાશા, તર્ક, વિચાર, સંવાદ, ઇનોવેશનને કારણે આવશે. વિચારોની સમૃધ્ધિ સાહસને જન્મ આપશે અને સાહસ દ્વારા દુનિયામાં વિશ્વાસ પેદા થાય છે ને શિક્ષણમાં શ્રધ્ધા પેદા થાય છે. 

∆ વિકસિત રાષ્ટ્રો ભાષા પણ વૈજ્ઞાનિક અભિગમ સાથે ભણાવે છે અને આપણે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો પણ ભાષાની જેમ ' પાઠ ભણાવવા ' થી શીખવીએ છીએ: આ એક બેઝિક તફાવત છે. 

∆ આપણે હજુ બાળકોમાં નર્સરીથી બેઝિક ભણતર - પાયો પાક્કો કરવાની મથામણમાં પડ્યા છીએ અને દુનિયા બાળકોને પહેલા ' આસપાસની દુનિયા ' સમજાવવામાં વ્યસ્ત છે. 

∆ આપણે પ્રશ્નો કરવાનું ભૂલી ગયા છીએ, પ્રશ્નો સહન કરવાનું પણ ભૂલી ગયા છીએ અને  શબ્દો ઢંઢોળવાનું ભૂલી ગયા છીએ. 

∆ એસ. જયશંકર સાહેબ, આપણા વિદેશ મંત્રી કહે છે કે હવે ચીનને આંબવુ મુશ્કેલ છે, ચીને ૧૯૮૦ માં શરૂઆત કરી દીધી હતી. - આ વિધાન અત્યારે ચર્ચામાં છે. એના ઘણા રાજકીય અર્ધઘટનો થયા પણ એક વાત ભૂલી ગયા કે જુઓ, આપણી પાસે શિક્ષણના વિકાસ માટેનો કોઈ દૃષ્ટિવંત વ્યક્તિ હતો? અને હતો તો એની પાસે આવનારા પચાસ વર્ષનો શિક્ષણથી વિકાસનો રોડમેપ મળે એવી ક્ષમતાવાન વ્યક્તિ હતા કોઈ? 

∆ વિકસિત રાષ્ટ્રે એ કર્યું. એમણે પોતાના આવા વ્યક્તિઓને દુનિયા બતાવી. જે જોઈને આવ્યા એમણે નીતિઓ ઘડી અને એ પણ એના દેશની જરૂરિયાત પ્રમાણે, એમ નહીં કે આજે જોયું ને કાલે સવારે ઊઠતાવેંત પરિપત્ર કરી દીધો! 

∆ એલોન મસ્કમાં જે સાહસ ઉતાર્યું એ એના દેશની પોલિસીને કારણે શક્ય બન્યું છે. નાના નાના બદલાવ ખૂબ જરૂરી છે. વ્યક્તિ, શક્તિ અને સંસ્થા આ ત્રણની સ્વાયત્તા ખૂબ જરૂરી છે. 

∆ આલ્બર્ટ આઈન્સ્ટાઈનના બે વાક્યો હું હંમેશા યાદ રાખું છું કે 

          ૧. કલ્પના જ્ઞાનથી ચડિયાતી છે. 

           ૨. હું વર્ગખંડમાં ભણાવતો નથી, વિદ્યાર્થીઓ ભણી શકે એવું વાતાવરણ રચી આપું છું. 

∆ આપણી પાસે સાયન્સ ફિક્શન લેખકો કેટલાં? ( હું આખા દેશની વાત કરું છું. ) 

∆ માર્ક, સેમેસ્ટર અને એક્ઝામની ડેડલાઇન વચ્ચે કોઈ એક પાઠનું બાળક અવલોકન કરે ને એનો પ્રશ્ન થાય ત્યાં સુધી મથે એટલી ધીરજ ક્યાં? 

∆ સાહિત્યમાં આર્થર સી. કલાર્ક પોતાની બે નવલકથા ' ધ ફાઉન્ટેન ઓફ પેરેડાઇઝ ' અને ' અ સ્પેસ ઓબેસી ' આ ઉપરાંત અમેરિકાના આધુનિક વિજ્ઞાનકથાના પ્રણેતા મરે લેન્સ્ટર એમની નવલકથા ' સ્પેસ ટગ ' માં 1953 સ્પેશ યાન રોજિંદા કાર્યમાં એવું જવાન માટે વપરાશમાં લેવામાં આવે એવી કલ્પના કરવામાં આવી છે. જે અમેરિકાએ વિજ્ઞાનકથાના અદ્ભુત અને અસંખ્ય લેખકો આપ્યા છે ત્યાં કલ્પના પરિણામમાં પરિણમે એમાં નવાઈ નથી. 

છેલ્લે નિદા ફાઝલીનો શેર યાદ આવે છે કે

बच्चों के छोटे हाथों को चाँद सितारे छूने दो

चार किताबें पढ़ कर ये भी हम जैसे हो जाएँगे

પણ જ્યાં સુધી આસપાસનું વાતાવરણ નહીં બદલે ત્યાં સુધી કોશેટો તોડીને પતંગિયા આકાશ આંબી શકશે નહીં. અબ્દુલ કલામ દેશની વિકાસની વાતો કરી અને પ્રવચનમાં છેલ્લે એટલું જ કહેતા : " ચાલો, દેશને જેની જરૂર છે એ કામ કરવા લાગીએ. " 

  • આનંદ ઠાકર 

#spacex #starship #india #america #education #evolution 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow