Stay with me until the stars leave

Stay with me until the stars leave

Oct 6, 2024 - 08:00
 0  23
Stay with me until the stars leave
Stay with me until the stars leave #love


Stay with me until the stars leave....



કેટલું સરસ વાક્ય છે. એક આખી વાર્તા છે આ વાક્યમાં. માર્ટિન્સબર્ગ, વેસ્ટ વર્જિનિયાના લેખિકા જે. લિન તરીકે પ્રખ્યાત જેનિફર લિન આર્મેન્ટ્રોઉટ ખૂબ લખે છે. થોડું પલ્પ લિટરેચર જેવું લખે છે. પણ આ ગદ્ય સ્પર્શી જાય એવું છે. ગમતાંની સાથે બસ થોડીવાર માટે બેસવું એ રાજેન્દ્ર શુક્લ કહે એમ કે રેતાળ કિનારા પર હેતાળ હસવા જેવું છે!

એક જ લીટી આ અને હું અટકી ગયો. કેવું સરસ કે તારાઓ વિદાય લે ત્યાં સુધી મારી સાથે રહો. અહીં સાથે બેસવાનું કે ચાલવાનું કે સૂવાનું નથી; સાથે રહેવાની વાત છે. ખબર છે કે એકમેક ક્યારેય સાથે રહી શકીએ એમ છીએ નહિ અને રહેવા ઈચ્છતા પણ નથી ને છતાં, સ્પર્શ કે વાંછનાઓના પ્રદેશથી દૂર બસ થોડો સમય ગમતીલા સાથે રહેવા મળે!

રાતનો વખત હોય અને શહેરથી દૂર.., કોઈ નદીના કિનારે ગમતી વ્યક્તિ સાથે તમે બેઠા છો. બંનેના શ્વાસના આવજો સંભળાય એટલું નજીક. છતાં એકમેકના હાથ પણ હાથમાં નથી, અને એ તારાખચિત આભમાં બંનેની આંખોનું મિલન રચાય છે અને શ્વાસ અને સાથે રહેવાના તરંગો કશાક સંવાદો કરે છે.

ધીરેથી બે માંથી કોઈ બોલ્યું હશે કે ચાલો, જઈએ ત્યારે? નદીના એ શાંત પ્રવાહમાં પ્રતિબિંબિત થતાં તરોલિયાને જોઈને એ બે માંથી કોઈ બોલ્યું હશે...


મારી સાથે રહોને, આ તારાઓ વિદાય લે ત્યાં સુધી....


જીવનમાં પણ આવું જ છે. થોડીકવાર કોઈની સાથે રહી જવાથી કદાચ કોઈના મૃત્યુને અટકાવી શકાય. કોઈના લાગણીના પ્રવાહના બંધને તોડી શકાય અને જીવનની નવી ક્ષણો આપી શકાય. માણસ, બધી જગ્યાએ સંગત નથી ઈચ્છતો, એ ઈચ્છે છે કે જ્યાં એની લાગણી સાથે રમત ન થાય એની સામે ખૂલે... બસ આ એક વાક્ય સાંભળીને રોકાઈ સ્મરણોનીજવું, કારણ કે ન રોકાઈને રેત પણ હાથ નથી લાગતી! આવું ભાવનાની એક વાર્તા છેપછી..., ચાલો લીંક નીચે આપું છું, ઈચ્છા થાય તો વાંચજો અને એ વાર્તાના નાયક સાથે તમે ય અનુભવજો કે સાથે રહેવું એટલે શું? ...


અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow