દેવા સાહેબના વયનિવૃત્તી પ્રસંગે: એમની સાથે રહીને મેળવેલા અનુભવો અને સ્મરણો... 

Viday samarambh devabhai solanki dron vasahat primary school 

Oct 21, 2024 - 08:24
Oct 21, 2024 - 08:30
 0  150
દેવા સાહેબના વયનિવૃત્તી પ્રસંગે: એમની સાથે રહીને મેળવેલા અનુભવો અને સ્મરણો... 

Viday samarambh devabhai solanki dron vasahat primary school 

દેવા સાહેબના વયનિવૃત્તી પ્રસંગે: એમની સાથે રહીને મેળવેલા અનુભવો અને સ્મરણો... 

  • આનંદ ઠાકર 

તા. 19-10-2024 ના રોજ અમારા વડીલ આચાર્ય શ્રી દેવાભાઈ સોલંકી સાહેબનો જાજરમાન વિદાય સમારંભ યોજાઈ ગયો. 

વિદાય સન્માન સમારોહ જૂનાગઢના પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ, આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ માન. ડાયાભાઈ જાલંધરા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સૌ માનનીય પદાધિકારીઓ  હજાર રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ સંઘ, મંડળીઓ અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા. આ સૌ થકી કાર્યક્રમ રળિયાત થયો. 

મારે વાત કરવી છે દેવા સાહેબ વિશે. અમારી શાળા શ્રી દ્રોણ વસાહત પ્રાથમિક શાળામાં બે વર્ષના એમના કાર્યકાળમાં ઘણું શીખવા મળ્યું. કલ્પેશભાઈની બદલી પછી સાહેબે એમને જે રીતે સધિયારો આપ્યો છે એ અમારા માટે મુશ્કેલ સમયમાં એક સુવર્ણકાળ રહ્યો છે. 

એક તો તેઓ વડીલ અને આટલા વર્ષની વહીવટી સૂઝ. બીજું એમની નિયમિતતા. આટલી રાજકીય વગ ધરાવતા હોવા છતાં એમના વર્તનમાં કે કાર્યમાં ક્યાંય એવી ઝલક જોવા મળે નહિ. 

શાળાના સ્ટાફને એમણે હંમેશા એક પરિવારની જેમ રાખ્યો છે. શાળામાં પોતાના પૈસે પણ ઘસાતા રહ્યા છે. નિવૃત્તિના આડે જૂજ દિવસો બાકી છે તેમ છતાં એકેએક બાબતમાં એમનું ધ્યાન હોય અને દરેક બાબતે ડે ટુ ડે નું અપડેટ મેળવે, જ્યાં અમારી ચૂક હોય ત્યાં અવશ્ય અમારું ધ્યાન દોરે. એમની શાળા પ્રત્યેની આ વહીવટી કુશળતાએ અમને ઘણું શીખવ્યું. 

એમની વર્ગનિષ્ઠા પણ એવી જ: છેલ્લા સત્રનો પોતાને ભાગે આવેલો અભ્યાસક્રમ શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરીને બાળકોને અભ્યાસમાં માર્ગદર્શન આપ્યું છે. 

અમારી શાળામાં સ્ટાફની ઘટ પડી અને વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપી શકતો નહોતો, સાહેબે પોતાના ખર્ચે એક સહાયક શિક્ષિકા બહેનને રાખ્યા અને દરેક ધોરણને યોગ્ય ન્યાય મળે, શિક્ષણનો લાભ મળે તેમજ અભ્યાસક્રમ ખોરવાઈ નહિ તેનું સતત ધ્યાન રાખ્યું. 

અરે, છેલ્લી સ્ટાફ મિટિંગમાં સાહેબે ત્યાં સુધી કહ્યું કે તમે જ્યારે પણ જે કામ શાળા માટે કરો એમાં વર્ષે મારું વિશેક હજાર જેટલું આર્થિક યોગદાન દ્રોણ વસાહત પ્રાથમિક શાળા માટે આપવા હું હંમેશા તત્પર રહીશ અને જ્યારે શાળામાં શિક્ષકોની ઘટ પડે ત્યારે વર્ગકાર્ય માટે પણ મને બોલાવી લેવાની છૂટ છે. આ ઉંમરે શાળા માટે આટલી તત્પરતા જ અમને ઘણું શીખવી જાય છે. 

આ તો શાળા બાબતની એમની બાબતો પરંતુ એમના ઋજુ વ્યક્તિત્વનો પરિચય ત્યારે થાય જ્યારે અમે કોઈ બીમાર હોઈએ તો પણ તેઓ એક એક દિવસે અપડેટ લે કે ભાઈ, સારું છે ને! 

વિદ્યાર્થીઓમાં ઘણાં એવા વિદ્યાર્થીઓ છે જેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે, એમને પણ સાહેબે સતત સહકાર આપ્યો છે ને એ બાળકોના શૈક્ષણિક વિકાસ માટે હંમેશા ખેવના રાખી છે. એમનાથી અમે સૌ તો ઉંમર અને અનુભવમાં પણ નાના છતાં ક્યારેય કોઈને તુકરો કર્યો નથી.

દેવા સાહેબ, આપના માર્ગદર્શન હેઠળ બે વર્ષ અદ્ભુત રહ્યા. આપે અમને પરિવાર ગણ્યા છે એમ અમે પણ આપને લાડથી ' મામા ' કહ્યા છે. બસ, આપના આ વિદાય પ્રસંગે અંગત રીતે હું એટલું જ ઇચ્છુ કે આ સંબંધો અને સ્નેહ કાયમ માટે ટકી રહે એવી ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના...


અમારી સાથે જોડાવા માટે....

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link...

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram...

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube...

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ


SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow