શિક્ષક: વાયરલ જોઈએ કે વિશ્વાસપાત્ર, નક્કી કોને કરવાનું?
The dangers of being a cool teacher
The dangers of being a cool teacher
ધ હિન્દુ (15 જુલાઈ, 2026)માં નબીલા સિદ્દીકીનો 'The dangers of being a "cool teacher"' શીર્ષકનો લેખ વાંચવા જેવો છે. વર્ષોથી હું શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેની ડિજિટલ મર્યાદાઓ વિશે જે ચિંતા વ્યક્ત કરતો આવ્યો છું, તે જ મુદ્દાઓ લેખિકાએ કાનૂની, નૈતિક અને શૈક્ષણિક દૃષ્ટિકોણથી ખૂબ જ મજબૂત રીતે રજૂ કર્યા છે. દરેક શિક્ષકે આ લેખ વાંચવા જેવો છે.
મને તો આ લેખનું સૌથી મહત્વનું એક વાક્ય લાગ્યું—જે મૂળ લેખની આત્મા છે, ભલે હું તેને મારા શબ્દોમાં કહું:
"શિક્ષકનું કામ વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બનવાનું નથી; વિશ્વાસપાત્ર બનવાનું છે."
આજના સોશિયલ મીડિયા યુગમાં "સારો શિક્ષક" અને "વાયરલ શિક્ષક" વચ્ચેનો ભેદ ભૂંસાઈ રહ્યો છે. લેખ એ જ ચેતવણી આપે છે.
સંપૂર્ણ લેખ તો ધ હિન્દુ માં મળશે જ. અહીં તેના કેટલાંક અવતરણો મૂકું છું...
"2026માં 'કૂલ શિક્ષક' બનવાનો અર્થ વધતા વધતા 'કન્ટેન્ટ ક્રિએટર' બનવાનો થઈ ગયો છે."
"શિક્ષકમાંથી ઇન્ફ્લુએન્સર બનવાનો આ ફેરફાર બાળકના જીવનની એક નિર્ણાયક રચનાને ચૂપચાપ તોડી રહ્યો છે — પુખ્ત વ્યક્તિ અને બાળક વચ્ચેની મર્યાદાને."
"જ્યારે શિક્ષક ૧૫ વર્ષના વિદ્યાર્થીને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે, મધરાત્રે મીમ મોકલે અથવા વિદ્યાર્થીની વ્યક્તિગત રીલ પર ટિપ્પણી કરે, ત્યારે ભૌતિક જગતમાં જાળવવામાં આવેલી પુખ્ત વ્યક્તિ અને બાળક વચ્ચેની મર્યાદા ડિજિટલ દુનિયામાં ઓગળી જાય છે."
"શિક્ષણ જ્યારે કન્ટેન્ટ બની જાય છે, ત્યારે તે કન્ટેન્ટના તર્કને અનુસરવા લાગે છે."
"શિક્ષક હવે સંસ્થાગત જ્ઞાન અને નિષ્પક્ષ સત્તાનું પ્રતીક રહેતો નથી; તે એક ઇન્ફ્લુએન્સર બની જાય છે — એવી વ્યક્તિગત બ્રાન્ડ, જેનું મૂલ્ય લોકો તેને કેટલા પસંદ કરે છે તેના પર નિર્ભર હોય છે."
"ભય આધારિત અને સરમુખત્યારશાહી શિક્ષણપદ્ધતિ તરફ પાછા ફરવાની આ દલીલ નથી. પરંતુ કડક વર્ગખંડનો જવાબ મર્યાદાવિહીન વર્ગખંડ હોઈ શકે નહીં."
આ બાબતો સરકારી શાળાના શિક્ષકો કરતાં વધુ તો ખાનગી, વ્યક્તિગત ને ઓનલાઇન બનીબેઠેલ શિક્ષકોને વધુ લાગુ પડે છે. આ એટલા માટે લખ્યું કે આપણે શિક્ષક શબ્દ આવે એટલે સમાજને સૌથી પહેલા સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક જ દેખાય છે. ????
સૌજન્ય -
— Nabeela Siddiqui, “The dangers of being a ‘cool teacher’”, The Hindu, 15 July 2026.
લેખિકા નબીલા સિદ્દીકી ચેન્નાઈની Vinayaka Mission's Law Schoolમાં કાયદાના સહાયક પ્રાધ્યાપક છે. બંધારણીય કાયદો, બાળ અધિકારો, પર્યાવરણ કાયદો અને જાહેર નીતિના ક્ષેત્રે તેઓ સંશોધક અને લેખક છે. The Hindu, Deccan Herald, Financial Express અને Economic & Political Weekly જેવા અગ્રણી પ્રકાશનોમાં તેઓ નિયમિતપણે લખે છે. તેમના લેખો Oxford Human Rights Hub જેવા આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક મંચો પર પણ પ્રકાશિત થયા છે.
આ ફોટો ગૂગલ પરથી લિંક ઇન ની વેબ સાઇડ પરથી પ્રાપ્ત થયો છે. સંપૂર્ણ લેખ ધ હિન્દુ અખબારની ઓફિશિયલ વેબસાઇડ પર છે. આભાર ધ હિન્દુ આવા મુદ્દાઓ વિશે જગાડવા માટે...
What's Your Reaction?